Sadhguru Brain Surgery: આધ્યાત્મિક જગતના જાણીતા સદગુરુ જગ્ગી વાસુદેવને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. તેમના સંગઠન ઈશા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી કરાવવી પડી હતી. સર્જરી પછી સદગુરુની હાલત સારી છે અને તેઓ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


ઈશા ફાઉન્ડેશન દ્વારા જે જાણકારી શેર કરવામાં આવી તે અનુસાર સદગુરુ ને મગજમાં સોજો અને બ્લીડિંગ ની સમસ્યા હતી જેના કારણે તેમની બ્રેન સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી દિલ્હીની અપોલો હોસ્પિટલમાં કરવામાં આવી. ઈશા ફાઉન્ડેશનના નિવેદન અનુસાર, થોડા દિવસ પહેલા મગજમાં બ્લીડિંગ થવાના કારણે સદગુરુની બ્રેન સર્જરી કરવી પડી હતી. હવે તેમની હાલત સ્થિર છે અને તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.


આ પણ વાંચો: Diabetes: રસોડાના આ 4 મસાલા ડાયાબિટીસ માટે છે રામબાણ ઔષધી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


અપોલોમાં વરિષ્ઠ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર વિનીત સૂરી સદગુરુ અંગે જણાવ્યું હતું કે, સદગુરુને છેલ્લા ચાર અઠવાડિયાથી માથામાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. જોકે સદગુરુ આ દુખાવાને ધ્યાને લેતા ન હતા અને દવા લઈને પોતાની નોર્મલ એક્ટિવિટીમાં વ્યસ્ત થઈ જતા. પરંતુ 15 માર્ચે તેમને અસહનીય દુખાવો થયો અને ત્યાર પછી હોસ્પિટલમાં તેમનું એમઆરઆઇ સ્કેન કરવામાં આવ્યું. જેમાં ખબર પડી કે તેમને મગજમાં સોજો છે અને બ્લીડીંગ છે. ત્યાર પછી 17 માર્ચે તેમની બ્રેન સર્જરી કરવામાં આવી. 


મગજની ગંભીર મેડિકલ કન્ડીશન


આ પણ વાંચો: Health Tips: પેટ બગડે તો અજમાવો આ 5 નુસખા, ડાયેરિયા અને એસિડિટીથી દવા વિના મળશે રાહત


મહત્વનું છે કે મગજમાં સોજો અને બ્લિડીંગ એક ગંભીર મેડિકલ કન્ડીશન છે. જેને ઈંસ્ટ્રાકાર્નિયલ હેમરેજ એટલે કે એક પ્રકારનું બ્રેઇન હેમરેજ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મગજમાં તરલ પદાર્થનું નિર્માણ વધી જાય છે અથવા તો મગજની કોઈ નસ ફાટી જાય છે. જેના કારણે મગજના સેલ્સને નુકસાન થવા લાગે છે. 


સાંધામાં ક્રિસ્ટલ બનીને જામેલા યુરિક એસિડને પણ શરીરમાંથી બહાર કરી દેશે આ ચૂર્ણ


જ્યારે મગજમાં સોજો હોય કે બ્લિડિંગ થતું હોય તો તેના લક્ષણોમાં અચાનક માથામાં તીવ્ર દુખાવો, નબળાઈ, સુન્નતા, ચક્કર આવવા, બોલવામાં સમસ્યા, આંખ સંબંધિત સમસ્યા અને કેટલાક કિસ્સામાં ચેતનાનું સ્તર ઘટી જવું હોઈ શકે છે. 


આ સમસ્યામાં તેનો ઉપચાર દર્દીની સ્થિતિ પર આધારિત હોય છે. જેમાં દવાથી પણ સારવાર થઈ શકે છે અને ઘણી વખત સ્થિતિ વધારે ગંભીર હોય તો સર્જરી પણ કરવી પડે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)