Home Remedies For white discharge:મહિલાઓમાં વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે માસિક આવતા પહેલા અને પછી વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે આ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન પણ સફેદ પાણી પડવાની સમસ્યા રહેતી હોય છે. વ્હાઈટ ડિસ્ચાર્જ જો આવા સમયે થાય તો તે સામાન્ય છે પરંતુ કેટલીક મહિલાઓને વારંવાર વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. 
ઘણી મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જ થવાની સાથે યોનિમાં બળતરા અને ખંજવાળ પણ રહેતી હોય છે. જો વધારે પ્રમાણમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થાય તો તેના કારણે નબળાઈ, થાક લાગે છે અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જો વધારે પ્રમાણમાં વ્હાઇટ ડિસ્ચાર્જ રહેતો હોય તો તેની અવગણના કરવાને બદલે તુરંત રાહત માટે કેટલાક ઘરેલુ ઉપાયની મદદ લેવી જોઈએ. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરવાથી વ્હાઇટ ડિસ્ચાર્જથી છુટકારો મળી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હાઈટ ડિસ્ચાર્જ માટે ઘરેલુ ઉપાય


આ પણ વાંચો: આ 8 ફુડ કબજિયાત મટાડી પેટ સાફ રાખવામાં કરે છે મદદ, આજથી જ સામેલ કરો ડાયટમાં


મેથી દાણા 


વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મેથી દાણાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક વાસણમાં 1 લીટર પાણી લો અને તેમાં ત્રણ ચમચી મેથી દાણા ઉમેરી દેવા. મેથી સાથે પાણીને 20 મિનિટ સુધી ઉકાળો અને પછી ઠંડુ કરી લો. આ પાણીને બોટલમાં ભરીને દિવસ દરમિયાન પીતા રહેવું. 


કેળા


જો તમે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાથી પરેશાન છો તો સવારે એક પાકું કેળુ ખાવાનું રાખો. કેળા સાથે તમે ઘી પણ ખાઈ શકો છો. ઘી અને કેળા ખાવાથી વ્હાઈટ ડિસ્ચાર્જમાં ઝડપથી રાહત મળે છે. 


આ પણ વાંચો: Health Tips: કાળઝાળ ગરમીમાં પણ નહીં પડો બીમાર બસ આ 4 વાતો રાખજો ધ્યાનમાં


સૂકા ધાણા 


સૂકા ધાણા પણ વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. સૂકા ધાણામાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાના બી પલાળી દેવા. સવારે આ પાણીને ગાળીને પી લેવું. 


આમળા 


વિટામીન સી થી ભરપૂર આમળા ઇમ્યુનિટીને તો બુસ્ટ કરે જ છે તેની સાથે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે બે ચમચી આમળાના પાવડરમાં બે ચમચી મધ ઉમેરી પેસ્ટ બનાવી લેવી. દિવસમાં ત્રણ વખત ખાવાનું રાખો. તમે આમળાનું જ્યુસ પણ પી શકો છો. 


આ પણ વાંચો: અજમાનું પાણી બ્લડ પ્રેશરથી લઈ શરદી સુધીની આ 5 બીમારીઓને દવા વિના કરે છે દુર


એપલ સાઈડર વિનેગર 


વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યામાં એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. એના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરીને દિવસમાં બે વખત પીવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)