Salt Bath Benefit: વ્યસ્ત શેડ્યૂલને કારણે ઘણા લોકો સ્ટ્રેસ અને થાક અનુભવે છે. શરીરમાં સતત રહેતા થાકના કારણે કામ કરવામાં પણ આળસ આવે છે. સ્ટ્રેસ અને થાક ઓછો કરવા માટે તમે ગરમ પાણીથી સ્નાન પણ કરતાં હશો. પરંતુ શું તમે ક્યારેય સોલ્ટ બાથ ટ્રાય કર્યું છે ? આ પ્રોડક્ટ તમને બજારમાં સરળતાથી મળી જશે. તેને તમે ઘરે પણ બનાવી શકો છો. તેનો ઉપયોગ કરી સ્નાન કરવાથી સ્નાયૂના દુખાવાથી પણ રાહત મળે છે. તેનાથી શરીરને આરામ પણ મળે છે. તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા કરે છે. ચાલો જાણીએ બાથ સોલ્ટના ફાયદા વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ


બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ


શું તમે પણ સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જ જોઈએ


સોલ્ટ બાથ


બાથ સોલ્ટને એપ્સમ સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એપ્સમ મીઠું મેગ્નેશિયમ અને સલ્ફેટથી બનેલું હોય છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે તેને નહાવાના પાણીમાં ઉમેરો છો ત્યારે તે ત્વચામાં શોષાય જાય છે. તેનાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. લાંબા અને તણાવપૂર્ણ દિવસ પછી શરીરને આરામ આપવાની આ એક સરસ રીત છે. નહાવાના પાણીમાં તેને ઉમેરવાથી સ્ટ્રેસથી રાહત મળે છે. તેનાથી માથાનો દુખાવો, સ્નાયૂના દુખાવા ઘટાડવામાં મદદ કરે છે. તે ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં પણ રાહત આપવાનું કામ તે કરે છે.

બાથ સોલ્ટના ફાયદા


- સ્નાયુઓના દુખાવાથી રાહત આપે છે.


- તેનાથી સારી ઊંઘ આવે છે.


- તેનાથી સ્ટ્રેસથી રાહત મળે છે.


- તે રક્ત પરિભ્રમણ સુધારે છે.


- આ ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.


- ત્વચામાં થતી બળતરા ઘટાડે છે.


- તેનાથી પાચન સુધરે છે.