Diabetes: ડાયાબિટીસની બીમારીમાં શરીર દ્વારા ઇન્સ્યુલિનનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અથવા તો બંધ થઈ જાય છે. તેને કંટ્રોલ કરવા માટે વ્યક્તિએ ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ કેટલીક ખાવા પીવાની વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ. રોજના ઉપયોગમાં આવતી આ વસ્તુઓ બ્લડ સુગરને જીવલેણ બનાવવાનું કામ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હાઈ બીપીની દવા છે આ જ્યુસ, રોજ થોડું પીશો તો પણ કંટ્રોલમાં રહેશે High Blood Pressure


આજે તમને એવા જ કેટલાક ફૂડ વિશે જણાવીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. આ વસ્તુઓનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો હૃદય રોગ જેવી જીવલેણ બીમારીનું જોખમ પણ વધી જાય છે. જો તમે પણ આમાંથી કોઈ વસ્તુ વધારે પ્રમાણમાં લઈ રહ્યા છો તો આજથી જ આદત બદલી દેજો. 


ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે આ વસ્તુઓ


આ પણ વાંચો: Raw Mangoes: શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી


ગોળ


ઘણા લોકો એવું માને છે કે ખાંડ કરતાં ગોળ સારો. તેથી રસોઈથી લઈને દરેક વસ્તુમાં ગળાશ માટે ગોળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દી માટે ગોળ બ્લડ સુગર વધારનાર સાબિત થઈ શકે છે. ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્યવર્ધક સો ટકા છે પરંતુ ડાયાબિટીસના દર્દી માટે તે સારો નથી. 


આ પણ વાંચો: Health Tips: ભીષણ ગરમીમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 10 વાતોનું રાખો ધ્યાન


મીઠું 


એવી માન્યતા છે કે ડાયાબિટીસના દર્દીઓએ ફક્ત ગળી વસ્તુ ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. પરંતુ વધારે પ્રમાણમાં મીઠું પણ ડાયાબિટીસના દર્દીને પ્રભાવિત કરે છે. વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સહિતની સંભાવના વધી જાય છે અને તેના કારણે કિડની હાર્ટ સંબધિત બીમારી પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે સફેદ મીઠું ખાવાને બદલે સિંધવ મીઠું ખાવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું રહે છે. 


આ પણ વાંચો: દાંત, પેઢા અને સાંધાના દુખાવામાં જોરદાર ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ કરવાની રીત


દહીં 


દહીંની તાસીર ગરમ હોય છે તેના કારણે તેનું પાચન ઝડપથી થતું નથી. દહીંના પાચનમાં સમય લાગે છે જેના કારણે ડાયાબિટીસમાં દર્દીઓનું ડાયજેશન નબળું પડી શકે છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં દહીંનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને વજન વધવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. દહીંના બદલે ડાયાબિટીસના દર્દીઓએ છાશ પીવી જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)