સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે યોગ્ય ડાયેટની સાથે જ યોગ્ય પ્રમાણમાં પાણી પીવું પણ ખુબ જરૂરી હોય છે. પાણીની કમીના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે અને આવામાં લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે. જો કે ઠંડીમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે પાણીમાં થોડું મીઠું ભેળવીને પીઓ તો તેનાથી શરીરને અનેક ફાયદા મળે છે. આવામાં તમારે ક્યારેક સાદા પાણીમાં થોડા પ્રમાણમાં મીઠું નાખવું જોઈએ. ફાયદા વિશે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીઠાવાળું પાણી પીવાના ફાયદા....


ત્વચા માટે
સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મીઠાવાળું પાણી પીવું ફાયદાકારક છે. જો સ્કિન પર ખીલ આવતા હોય તો રોજ મીઠાવાળું પાણી પીવું જોઈએ. મીઠાવાળું પાણી પીવાથી શરીરમાં ભેગી થયેલી ગંદકીને બહાર નીકળવામાં મદદ મળે છે. તેનાથી ત્વચાને ફાયદો થાય છે. 


હાડકાં મજબૂત થાય છે
જો સાંધામાં દુખાવાની સમસ્યા હોય તો મીઠાવાળું પાણી સારું રહે છે. મીઠામાં કેલ્શિયમ  હોય છે અને તે હાડકાં મજબૂત બનાવે છે. રોજ મીઠાવાળું પાણી પીવાથી તમારા હાડકં અને સ્નાયુઓ મજબૂત થાય છે. 


હાઈડ્રેશન માટે
શરીરને હાઈડ્રેટ રાખવામાં પણ મીઠાનું પાણી મહત્વનો ભાગ ભજવે છે. મીઠામાં રહેલું સોડિયમ અને મેગ્નેશિયમ શરીરમાં તરલ પદાર્થોને બેલેન્સ રાખે છે જેનાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. 


વેઈટ લોસ માટે 
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો ખાલી પેટે હળવા હુંફાળા પાણીમાં મીઠું ભેળવીને પીવાથી ફાયદો થાય છે. પાણીમાં મીઠું નાખીને પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે. તે પેટની ચરબીને ઝડપથી ઘટાડે છે. 


ગળાની ખારાશ
ઠંડીની સીઝનમાં ગળામાં ખારાશ, દુખાવો અને સોજાની સમસ્યા રહે છે. આવામાં તેનાથી બચવા માટે રોજ મીઠાનું પાણી પીવું જોઈએ. તે ગળાની ખારાશ દુર કરવામાં ફાયદો કરે છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube