Health Tips: તણાવ અને બેચેનીની સમસ્યાથી પરેશાન છો? આ ઈલાજ બનશે અકસીર
ઝી બ્યૂરો, અમદાવાદઃ આરોગ્ય અને ત્વચા માટે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ચંદન વૂડ અનેક રીતે ફાયદાકારક છે. ઘણા બધા અત્તર અને રૂમ ફ્રેશનર્સમાં ચંદનનું તેલ પણ વપરાય છે. તેનો ઉપયોગ સદીઓથી પરંપરાગત અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે ચંદનનું તેલ આરોગ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરી શકે છે.
અમેરિકાની આરોગ્ય વેબસાઇટ હેલ્થલાઈન ડોટ કોમ પર પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પરંપરાગત ચાઇનીઝ દવા ઉપરાંત ચંદન તેલનો ઉપયોગ ભારતમાં આયુર્વેદિક દવામાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે, જેમ કે - શરદી, તાવ, પાચન સમસ્યાઓ, માનસિક રોગો, સ્નાયુઓની સમસ્યાઓ , યકૃત અને પિત્તાશયની સમસ્યાઓ.
1- તણાવ દૂર કરે છે ચંદનનું તેલ
કોરોના મહામારીને લીધે, લોકોમાં ચિંતા અને અસ્વસ્થતાની સમસ્યા વધુ જોવા મળી રહી છે. કોમ્પલિમેન્ટરી થેરેપીઝના સંશોધન અહેવાલ મુજબ, જો સુગંધિત ચંદનના તેલથી માલિશ કરવામાં આવે તો તે તણાવ ઘટી શકે છે.
2-ઘાવ ભરવામાં મદદરૂપ
જર્મનીની એક યુનિવર્સિટીના અહેવાલ મુજબ, જો ત્વચાને ઈજા થાય છે અથવા કોઈ પણ પ્રકારનો ઘા આવે છે, તો સેન્ડલ તેલથી મદદથી ઝડપથી રિકવરી મેળવી શકાય છે. આનું કારણ એ છે કે આ તેલ ત્વચાના કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે.
3- સ્કિન કેન્સર બચાવશે ચંદનનું તેલ
આર્કાઇવ્ઝ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોફિઝિક્સના એક અભ્યાસ મુજબ, ચંદનનું તેલ ત્વચાના કેન્સર સામે લડવામાં પણ મદદ કરી શકે છે. ચંદનના તેલમાં α-Santalol નામનું સંયોજન હોય છે જે કાર્સિનોજેનિક કોષોને નષ્ટ કરવામાં મદદ કરે છે.
4- ખીલથી મળશે રક્ષણ
ચંદનનું તેલ ખીલની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તે ત્વચાને અંદરથી સાફ કરે છે, જેથી પિમ્પલ્સની સમસ્યા ન થાય.
ઘરે ચંદનનાં તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?
1-ચંદનનું તેલ સીધું ત્વચા પર લગાવો
2-તમારા લોશનમાં તેલના થોડા ટીપા ઉમેરીને તેનો ઉપયોગ કરો
3- ચંદનનાં તેલનાં થોડા ટીપાંને પાણીમાં રાખી ગરમ કરો. આમ કરવાથી, તેની સુવાસ આખા ઘરમાં ફેલાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube