Rajkot News ગૌરવ દવે/રાજકોટ : આજના સમયમાં વધતી જતી સુવિધાએ માણસને પાંગળો બનાવી દીધો છે. લોકોને જેટલું મળે છે એટલાથી એ સંતોષ નથી માટે એ કશુક મેળવવા હેતુ તે ગમે તે હદ સુધી જઈ શકે છે.વધતી જતી સુવિધાઓના કારણે આજે વ્યક્તિ અસંતુષ્ટ થયો છે અને ભૌતિક સુવિધાઓ મેળવવા આજે માણસ શાશ્વત બ્રહમ ને ભૂલી ગયો છે.જેમ જેમ માણસ પાસે સુવિધાઓના સાધનો વધારે છે તેમ તેમ આજે માણસ વધુ ને વધુ દુઃખી અને તણાવ નો અનુભવ કરી રહ્યો છે.  સમાજમાં  ઘણી માન્યતાઓથી ઘેરાયેલો માણસ જિંદગીમાં ક્યારેય સુખ પ્રાપ્ત ન કરી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે,કારણ કે ભૌતિક સુખ સુવિધાઓ શરીર ને આરામ આપી શકે છે - શરીર ને સુખ આપી શકે છે પણ મનને નહિ.માટે આજકાલ લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાય ગયું છે.આજે વ્યક્તિ ભૌતિક સુવિધાઓ વગર રહી શકતો નથી, એકલતાનો અનુભવ કરે છે. વ્યક્તિ ને દરેક નાની મોટી જરૂરિયાતો સાથે ભૌતિક સગવડતાઓ સંકળાયેલી છે જેના અનેક કારણો હોય શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગ દ્વારા એક સરવે હાથ ધરાયો હતો. આ સર્વેમાં 918 લોકો પાસેથી આ દરેક પ્રશ્નોના જવાબ મેળવવામાં આવ્યા હતા.


સુપર ડુપર ફેલ ગયું AMC નું ટાયર કિલર સ્પીડ બ્રેકર, અમદાવાદીઓએ આનો જુગાડ પણ શોધી લીધો
 
કારણો :-
 દેખાદેખી, ઈર્ષા,  જરૂરિયાત, તણાવજન્ય પરિસ્થિતિ, ચિંતા, હતાશા, નબળી આર્થિક પરિસ્થિતિ, વધતી જતી ઇચ્છાઓ, વ્યક્તિની અપેક્ષાઓ કે મહત્વકાંક્ષા, સંઘર્ષજન્ય પરિસ્થિતિ.


ફાયદાઓ :-
સમયની બચત, અભ્યાસક્ષેત્રે ઉપયોગી, આંતરક્રિયા વધુ સરળ બની, વિકટ સમયે લોકોનો સંપર્ક જલ્દી કરી શકાય, રોજગારીમાં વધારો, મનોરંજનનું માધ્યમ, નવી નવી બાબાતોની જાણકારી મેળવી, 


કેનેડામાં વિઝિટર વિઝા પર બિઝનેસ કરી શકાશે કે નહિ? મોટાભાગના ગુજરાતીઓ કરે છે આ ભૂલ


ગેરફાયદાઓ :- 
 શારીરિક શ્રમમાં ઘટાડો, માનસિક સમસ્યાઓ વધી, આર્થિક શોષણ વધ્યું, એકલતાનો અનુભવ. 


સુપર ડુપર ફેલ ગયું AMC નું ટાયર કિલર સ્પીડ બ્રેકર, અમદાવાદીઓએ આનો જુગાડ પણ શોધી લીધો


સર્વે દરમ્યાન આવેલા લોકોના અભિપ્રાય:-


- 59% લોકો એ જણાવ્યું હતું કે ભૌતિક સુખ સગવડતાના કારણે માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- 55.7% લોકોએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતા ઓછી સુવિધાઓ મળે તો તે બાબત  સ્વીકારી શકાય નહિ.
- 82% લોકો વર્તમાન માં જે સુખ સુવિધાઓ મળી તેનાથી સંતોષ અનુભવતા નથી.
- 54% જેટલા લોકો જરૂરિયાત પુરી ન થતા  માનસિક તાણ ઉદભવે છે.
- 37%  લોકો માને છે કે વધુ પડતી સુવિધા ઘર કંકાસ,આક્રમકતા કે ગુસ્સાનું કારણ હોઈ શકે.
- 72% લોકો માને છે કે બહાર જવા માટે ઘરનું સાધન હોવું જરુરી છે.
- 57% લોકો એવું માને છે કે જરૂરિયાત પુરી કરવા માટે બધા પ્રકારની સુવિધા હોય તો જ  જીવન જીવી શકાય.
- 70% લોકો પોતાની જરૂરિયાત પુરી ન થતા હતાશા, ચિંતા, તણાવ અનુભવે છે.
-45% લોકો બધા પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવા માટે સમય ની ખેંચ અનુભવે છે.
-52%  લોકો ऑनलाइन ખરીદી કરવા પર ભાર આપે છે કેમ કે ખરીદી કરવા જવાનો અને લોકોને મળવાની તેઓ ઓછો ઇરછા ધરાવે છે. 


એક કહેવત સાર્થક થઇ કહેવાય. " સગવડતા એટલી અગવડતા ". અવરોધો માણસને મજબૂત બનાવે છે. અતિ સુવિધા માણસને પાંગળો બનાવે છે. જેમ બાળકોને વધુ સુવિધાઓ  વાલીઓ તરફથી પ્રાપ્ત થાય છે તેમ તે વધુને વધુ આધારિત બનતું હોય છે.


ખુશ થઈ જાઓ તેવી આગાહી, આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી