પલ્લવી નાગપાલ/નવી દિલ્હી :શું તમે જાણો છો કે, જે શેયર્ડ ટેક્સીમાં તમે ટ્રાવેલ કરો છો, તેની સીટ બેલ્ટ, ડોર હેન્ડલ અને વિન્ડો બટન એક ટોયલેટની સીટ કરતા પણ 35000 ગણા વધુ ગંદા હોય છે. હકીકતમાં NetQuote નામની એક ઈન્શ્યોરન્સ કંપનીએ એક સરવો કર્યો છે. જેના અનુસાર, એક શેયર્ડ ટેક્સીમાં સામાન્ય ટેક્સીની સરખામણીમાં 219 ગણા વધુ જર્મ્સ હોય છે. તેનાથી તમારી સ્કીનને ઈન્ફેક્શન, ફૂડ પોઈઝનિંગ, બ્લડ ઈન્ફેક્શન જેવી બીમારીઓ પણ થઈ શકે છે. 


તમારી બારી પર વારંવાર આવીને બેસતા કબૂતરને ઉડાવી દેજો, નહિ તો પરિણામ ગંભીર આવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે બીમાર થવાથી બચશો
સાફ-સફાઈ ન રાખવા પર તમને સો પ્રકારની બીમારીઓ લાગુ થઈ શકે છે. તમને માલૂમ પણ નહિ પડે અને ગંદકીને કારણે તમે બીમાર પડી જશો. તેથી દરેક વ્યક્તિએ સાફસુધરુ રહેવું જોઈએ. તેનાથી તમે બીમાર થવાથી બચી શકો છો. જો તમે ટેક્સ કે શેરિંગ ટેક્સીમાં મુસાફરી કરો છો, તો ગાડીમાંથી ઉતરીને તરત હાથ ધોઈ લો. હાથ ધોયા વગર ચહેરાને જરા પણ સ્પર્શ ન કરતા. ખાણીપીણીની ચીજોને તો જરા પણ અડતા નહિ. આ ઉપરાંત ટેક્સીમાં બેસવા પર વિન્ડો બટન અને ડોર હેન્ડલને ટિશ્યુ પેપરથી જરૂર સાફ કરો. અથવા તો તેનો ઉપયોગ કરતા સમયે ટિશ્યુ પેપરને હાથમાં લો. 


તમે કે તમારી ફ્રેન્ડ નખ પાર્લરમાં નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે