Warm Water Side Effects: જો તમે આખો દિવસ ગરમ પાણી પીતા રહેતા હોવ તો આ આદત તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વજન ઘટાડવા અને મેટાબોલિઝમ ઠીક કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પરંતુ તેની યોગ્ય રીત તમને ખબર હોવી જોઈએ. મોટાભાગના લોકો સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પીતા હોય છે. પરંતુ દિવસભર વારે ઘડિયે ગરમ પાણી પીતા ન રહેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરિક તંત્રને નુકસાન
રોજ 6થી 7 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ વધુ પ્રમાણમાં ગરમ પાણી પીવાથી તમારા શરીરના આંતરિક તંત્રને નુકસાન પહોંચી શકે છે. આથી વધુ પ્રમાણમાં ગરમ પાણીનું સેવન ન કરવું જોઈએ. ગરમ પાણીનું તાપમાન તમારા શરીરના અંદરના અંગો કરતા ઘણું વધુ હોય છે. ગરમ પાણી પીવાથી શરીરના અંદરના અંગો દાઝી જવાનું નુકસાન રહે છે. પાણીને હુંફાળુ કરીને પીવો. વધુ પડતું ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ. 


આ અંગો પર પડે છે અસર
શરીરના અંદરના અંગોના ટિશ્યુ ખુબ જ સંવેદનશીલ હોય છે. આવામાં જો તમે બહુ જલદી જલદી ગરમ પાણી પીતા હોવ તો તેનાથી તમારા આંતરિક અંગોમાં છાલા પડી શકે છે. ગરમ પાણીના કારણે સૌથી વધુ પ્રભાવિત થનારા અંગોમાં હોઠ, મોઢાનો અંદરનો  ભાગ, જીભ અને ગરદન હોય છે. 


કિડની ફંકશન
કિડનીનું કામ ગરમ અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢવાનું હોય છે. ગરમ પાણી પીવાથી કિડની પર સામાન્યની અપેક્ષાએ વધુ ભાર પડે છે. તેનાથી કિડની ફંકશન પર અસર પડે છે. 


આ સ્થિતિમાં પણ ન પીઓ પાણી
જો તમારી સર્જરી થઈ હોય તો ડોક્ટરની સલાહ લઈને ગરમ પાણી પીવું જોઈએ. ડોક્ટરની સલાહ વગર ગરમ પાણી ન પીવું જોઈએ. 


જો રાતે સૂતા પહેલા પીતા હોવ તો...
રાતે સૂતી વખતે ગરમ પાણી પીવાની આદત હોય તો પણ ધ્યાન આપો. રાતે સૂતી વખતે ગરમ પાણી પીવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે. તેનાથી વારંવાર પેશાબ માટે જવું પડે છે. તથા તમારી રક્ત વાહિની કોશિકાઓ પર દબાણ વધી જાય છે. 


(Disclaimer: અહીં અપાયેલી જાણકારી ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરી સલાહ જરૂર લેવી. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. )