નવી દિલ્હીઃ દૂધ અને તુલસીનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તુલસી (Tulsi) માં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબિયલ, એન્ટિ-ઇન્ફલામેટ્રી ગુણ હોય છે, જેના કારણે તેને ઘણી બીમારીઓમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે ગરમ દૂધ (Milk) માં તુલસી (Tulsi) મિક્સ કરીને પીઓ છો, તો તે ખતરનાક પણ બની શકે છે. તેનાથી તમારી બીમારી વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, સોડિયમ, ઝિંક, કોપર, વિટામિન બી6, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન ઇ જેવા પોષક તત્વો હોય છે, પરંતુ નિષ્ણાતોના મતે બંને વસ્તુઓનું એકસાથે સેવન કરતી વખતે કેટલીક સાવધાની રાખો.


સગર્ભા સ્ત્રીઓ માટે
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે દૂધ અને તુલસીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે.


બ્લીડિંગની સમસ્યા થઇ શકે છે
જો લોહી પતળું હોય અથવા લોહી પતળું કરવાની દવાઓ લો છો તો પણ તમારે દૂધની સાથે તુલસી લેવાનું ટાળવું જોઈએ. તેનાથી રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.

Petrol નું ટેન્શન દૂર કરશે Hero નું આ સ્કૂટર, 1 વાર ચાર્જ કરો અને 210 Km દોડાવો


સ્પર્મની સંખ્યા ઘટી શકે છે
દૂધ સાથે મોટી માત્રામાં તુલસીનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાનું જોખમ વધી શકે છે.


સુગર લેવલ ખૂબ ઓછું થઇ જશે
જો તમે સુગરની દવા લો છો, તો તુલસીનું સેવન મર્યાદિત માત્રામાં કરો. આનાથી બ્લડ ગ્લુકોઝનું સ્તર ખૂબ ઓછું થઈ શકે છે.


સાવચેતી રાખો
જો તમે સીધા છોડમાંથી તુલસીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તુલસીને સારી રીતે ધોઈ લો.


ખૂબ ગરમ દૂધમાં તુલસીના અર્કનો ઉપયોગ કરશો નહીં. જેના કારણે દૂધ ફાટી શકે છે.


દૂધમાં તુલસી નાખતા પહેલા દાંડી તોડી લો અને ભૂલથી પણ વાસી તુલસીનો ઉપયોગ ન કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube