Side Effect of Drinking Water Before Sleeping: પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના વગર જીવનની કલ્પના કરવી સંભવ નથી. પરંતુ શું તમને ખબર છે કે તેનો પીવાની સાચી રીત અને સાચો સમય હોય છે. સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તે સૂતા પહેલા કરવામાં આવે તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. હકીકતમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને ફાયદો પહોંચે છે પરંતુ ત્યારે જ્યારે તમે તેનું સેવન સાચા સમયે કરો છો. હકીકતમાં સૂતા પહેલા પાણી પીવાથી ફાયદાની જગ્યાએ શરીરને નુકસાન પહોંચે છે. આવો જાણીએ સૂતા પહેલા તુરંત પાણી પીવાથી શરીરને શું નુકસાન પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂતા પહેલા પાણી પીવાથી શું થાય છે?
રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી રાત્રે પેશાબ આવવાની શક્યતા વધી જાય છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં નોક્ટૂરિયા કહેવામાં આવે છે. તેથી સૂતા પહેલા પાણીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. 


આ પણ વાંચોઃ ડેન્ગ્યુની શરુઆતમાં જોવા મળે છે તાવ સહિત આ 7 લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ક્યારેય ન કરવી


નોક્ટૂરિયાના લક્ષણ શું છે?
જો તમે રાત્રે સૂઈ ગયા બાદ વચ્ચે-વચ્ચે ઉઠી બે કે તેનાથી વધુ વખત ટોયલેટ જાવ છો તો તે નોક્ટૂરિયાના લક્ષણ હોઈ શકે છે. રાત્રે 6-8 કલાક પેશાબ કંટ્રોલ કરવો જરૂરી હોય છે. જો તમારે રાત્રે 1 કરતા વધુ વખત ઉઠીને પેશાબ કરવા જવું પડે છે તો એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો.


(ડિસ્ક્લેમરઃ સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. આ કોઈ પ્રકારથી યોગ્ય સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા કોઈ નિષ્ણાંત કે ડોક્ટરની સલાહ લો. ઝી 24 કલાક આ માટે જવાબદાર નથી)