નવી દિલ્હીઃ Side Effects Of Drinking Water While Standing: આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, તેથી જ આપણને દરરોજ લગભગ 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ચક્કર અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણી પીવાની સૌથી સારી રીત એ છે કે તેને બેસીને પીવો, પરંતુ આજકાલ લોકો પોતાની વ્યસ્ત લાઈફમાં આનું ધ્યાન રાખતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે, આ રીત ખૂબ જ નુકસાનકારક છે, જો તમે તેના જોખમને જાણશો તો તમે ક્યારેય આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉભા રહીને બોટલથી પાણી પીવાના નુકસાન
1. પાચનમાં સમસ્યા

જે લોકોને ઉભા રહીને બોટલથી પાણી પીવાની ખરાબ ટેવ છે તેણે હંમેશા પાચનથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે પાણી ફુલ સ્પીડથી ફીડ પાઇપમાં પહોંચે જેનાથી પેટમાં સમસ્યા ઉભા થાય છે. 


2. ફેફસા માટે નુકસાનકારક
જ્યારે તમે બોટલમાંથી એક સાથે પાણી પીવો છો, ત્યારે પાણીના ઝડપી સેવનને કારણે, ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે ફેફસાં પર દબાણ આવે છે, અને આ ફેફસાની સમસ્યાનું કારણ બને છે. 


શિયાળામાં દરરોજ સ્નાન કરનારા સાવધાન! સ્વાસ્થ્યને થશે નુકસાન, જાણો શું કહે છે વિજ્ઞાન


3. કિડનીની સમસ્યા
જો તમે ઉભા રહીને બોટલમાંથી પાણી પીઓ છો અને તેને ઝડપથી ગળી લો છો, તો તેની તમારી કિડની પર ખરાબ અસર પડે છે, કારણ કે ફિલ્ટર વગરનું પાણી પેટમાં ખૂબ જ ઝડપથી પડે છે, જેના કારણે મૂત્રાશયમાં ગંદકી જામે છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે. નુકસાન થઈ શકે છે.


4. પેટમાં એસિડ વધે છે
ઉભા રહીને બોટલથી પાણી પીવાને કારણે પેટમાં એસિડની માત્રા વધી શકે છે, જેનાથી પેટમાં દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે. જો તમે બેસીને પાણી પીવો છો તો તે એસિડ ધીમે-ધીમે યુરિન દ્વારા શરીરની બહાર નિકળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube