Cancer signs: સ્કિન પ્રત્યે દરેક વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ. જો કોઈપણ સમસ્યા જણાય તો તુરંત જ તેની તપાસ કરાવી લેવી જોઈએ. પરંતુ મોટાભાગના લોકો સ્કિન સંબંધિત સમસ્યાઓ પ્રત્યે બેદરકાર રહે છે. સ્કિન પર કંઈ થાય તો લોકો એવું માની લે છે કે કોઈ એલર્જી હશે અથવા તો વાતાવરણમાં થયેલા ફેરફારની અસર હશે જે જાતે જ મટી જશે. પરંતુ ઘણી વખત સ્કિન પર જોવા મળતા પરિવર્તન કેન્સર જેવી ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હાર્ટ બ્લોકેજની શરુઆતમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 99 ટકા લોકો ઈગ્નોર કરવાની કરે છે ભુલ


કેન્સર એક અત્યંત ગંભીર બીમારી છે જે વ્યક્તિને મોતના મુખમાં ધકેલી દે છે. કેન્સર કોઈપણ ઉંમરમાં અને કોઈપણ અંગમાં થઈ શકે છે. તેથી જરૂરી છે કે કેન્સરના શરૂઆતી લક્ષણોને ઓળખી અને તેની સારવાર શરૂ કરી દેવામાં આવે. આજે તમને સ્કિન કેન્સર સંબંધિત એવા કેટલા લક્ષણો વિશે જણાવીએ જેને કોઈપણ વ્યક્તિએ ઇગ્નોર કરવા નહીં. 


ખરબચડી અને પપડીદાર સ્કીન 


આ પણ વાંચો: Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાન


સ્કિન કેન્સરના શરૂઆતી લક્ષણમાંથી એક લક્ષણ આ પણ છે. જેમાં સ્કિનની બનાવટ બદલી જાય છે. સ્કિન અચાનક જ ખરબચડી અને પપડીદાર થઈ જાય છે. સ્કિન પર પેચ દેખાવા લાગે છે જે જોવામાં આસપાસની સ્કિન કરતાં અલગ હોય છે. ઘણી વખત ખરબચડી ત્વચા ઘાવનું સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. 


સ્કિનનો રંગ બદલવો 


આ પણ વાંચો: સાકર અને વરિયાળીનું પાણી શરીર માટે અમૃત, જાણો રોજ પીવાથી થતા ફાયદાઓ વિશે


વચાના રંગમાં પરિવર્તન થવું પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. સ્કિન કેન્સર વધે તો ત્વચા પર ઘાટા રંગના ડાઘ દેખાવા લાગે છે. શરીરની ત્વચાથી અલગ જ રંગના હોય છે. જો શરીરમાં આ રીતે ત્વચાનો રંગ બદલતો જોવા મળે તો તેને ગંભીરતાથી લેવું અને ત્વચન વિશેષજ્ઞની મદદ લેવી. 


સતત ખંજવાળ અને બળતરા 


આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના 2 દિવસ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર


ત્વચા પર ક્યારેક ખંજવાળ અને બળતરાનો અનુભવ થાય તો તે સામાન્ય છે પરંતુ લાંબા સમય સુધી જો તમને એક જ જગ્યાએ ખંજવાળ અને બળતરાનો અનુભવ થતો હોય તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. તુરંત જ એક્સપર્ટને બતાવી અને સમસ્યાનું નિદાન કરાવી જરુરી સારવાર કરાવો. 


તલ અને ડાઘ વધી જવા 


આ પણ વાંચો: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને તુરંત કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં કરો સામેલ


તલ શરીર પર કુદરતી રીતે થતા હોય છે પરંતુ તલ જેવા કાળા ડાઘ કે મસા અચાનક વધવા લાગે તો તે કેન્સરનું લક્ષણ પણ હોય છે. જો તમારા શરીર પર તમને અચાનક જ તલ જેવા નાના-નાના કાળા ડાઘ દેખાવા લાગે કે પછી મસા વધારે દેખાવા લાગે તો તે ત્વચાના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. તેથી તેની અવગણના કરવાને બદલે તુરંત જ સારવાર કરાવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)