નવી દિલ્હી: જ્યારે વાત વેટ લોસની (Weight Loss) આવે છે તો આપણે આપણા ડાયટ પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ પર ફોકસ કરીએ છે, નાની નાની ડિટેલ તરફ આપણું ધ્યાન જાય છે પરંતુ ઉંઘ (Sleep) જે શરીર માટે ખુબ જરૂરી છે તેને આપણે ભૂલી જઇએ છીએ. ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નહીં થાય કે ઓછું ઉંઘવાથી ના માત્ર સ્વાસ્થ્ય ખરાબ (Bad Health) થયા છે, પરંતુ વજન પણ વધે છે. તેમાં કોઈ શંકા નથી કે છેલ્લા દાયકામાં, જેમ જેમ લોકોની નિંદ્રા ઓછી (Sleep Loss) થઈ ગઈ છે, તે જ પ્રમાણમાં સ્થૂળતાની સમસ્યામાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોડી વેટ અને ઉંઘ વચ્ચે શું છે કનેક્શન?
આ વાતને ધ્યાનમાં રાખી કેટલાક સંશોધનકર્તાઓએ બોડી વેટ અને ઉંઘ વચ્ચે શું કનેક્શન છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઘણા અભ્યાસમાં જે એક વાત કોમન હતી તે જરૂરિયાત કરતા ઓછી ઉંઘ લેવાથી અને રાત્રે 7 થી 8 કલાકની ઉંઘ ન લેવાના કારણે વ્યક્તિ માટે પોતાની ભૂખ પર કંટ્રોલ કરવો મુશ્કેલ હોયછે. આ કારણથી સ્થૂળતાથી લઇને હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ 2 ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારી થયા છે.


આ પણ વાંચો:- Patan ના પ્રગતિશીલ ખેડૂતનો દેશમાં વાગ્યો ડંકો, PM મોદીએ મન કી બાતમાં આપ્યું ઉદાહરણ


1 લાખથી વધારે લોકો પણ કરવામાં આવી સ્ટડી
JAMA ઇન્ટરનેશનલ મેડિસિન નામની પત્રિકામાં પ્રકાશિત એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, જો કોઈ વ્યક્તિ માત્ર 15 મિનિટ ઓછું ઉંઘે છે તો તેના કારણે તેનું ઘણું વજન વધી (Weight Gain) શકે છે. આ સ્ટડીમાં 1 લાખ 20 હજાર લોકોની ઉંઘ ક્વોલિટી પર 2 વર્ષ સુધી નજર રાખવામાં આવી અને તેના માટે સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ પર હાજર સ્લીપ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્ટડીના પરિણામથી જાણવા મળ્યું કે, જે લોકોને બીએમઆઇ 30 થી વધારે હતો જેમને સ્થૂળતાની (Obesity) શ્રેણીમાં રાખવામાં આવે છે. તે લોકોએ હેલ્ધી બીએમઆઇવાળા લોકોની સરખામણીએ માત્ર 15 મિનિટ જ ઓછી ઉંઘ લીધી હતી.


આ પણ વાંચો:- Vijender Singh ની આગામી ફાઈટ હશે સ્પેશિયલ, જહાજની છત પર આપશે ટક્કર


સંશોધન દ્વારા એવું પણ બહાર આવ્યું છે કે જ્યારે વ્યક્તિની ઉંઘ પૂરી થતી નથી તો શરીરમાં ઘ્રેલિન (Ghrelin) હોર્મોન્સ વધે છે અને લેપ્ટિન હોર્મોનની ઉણપ શરૂ થાય છે. લેપ્ટિન (Leptin) ભૂખને દૂર કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે જ્યારે ઘ્રેલિન એ ઝડપથી વિકસતા હોર્મોન છે જે ભૂખ વધારે છે અને વજન વધારવા માટે જવાબદાર છે. ટાઇપ 2 ડાયાબિટીઝ અને હૃદયરોગનું જોખમ પણ વજનમાં વધારો થવાને કારણે નોંધપાત્ર રીતે વધે છે.


આ પણ વાંચો:- દિલની સમસ્યા વધારતા આ 7 કારણો વિશે જાણો અને પોતે જ બનો પોતાના દિલના ડોક્ટર


યુકેમાં 10 હજાર 308 લોકો પર કરવામાં આવેલા એક અધ્યયનમાં સંશોધનકારોએ શોધી કાઢયું છે કે જેમણે તેમની રોજની રાતની ઉંઘને 7 કલાકથી ઘટાડીને 5 કલાક કરી હતી, તેમનામાં હૃદય રોગની સાથે અન્ય બીજા કારણોથી મોતનું જોખમ બમણું કરતા વધારે હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube