How To Remove Blood clots: બ્લડ ક્લોટીંગ એટલે કે શરીરમાં જામતી લોહીની ગાંઠ એક ગંભીર સમસ્યા છે. જેને ડીપ વેઈન થ્રોમ્બોસિસ પણ કહેવાય છે. આ બીમારીને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. આ સમસ્યા આપણી આરામદાયક જીવનશૈલીના કારણે થાય છે. સૂવાની ખોટી સ્થિતિ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. લોહીનું ગંઠાવું કોઈ વ્યક્તિને કેવી રીતે અસર કરે છે તે તેના શરીરમાં તેના સ્થાન પર આધાર રાખે છે. જ્યાં સુધી તે તેનું સ્થાન બદલતા નથી ત્યાં સુધી તેમનાથી કોઈ ખતરો નથી. આપણા પગ, નિતંબ અને ક્યારેક આપણા હાથમાં પણ મોટી સંખ્યામાં લોહીની ગાંઠો જોવા મળે છે. જેને મેડિકલ ભાષામાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂતી વખતે આપણે જે સ્થિતિમાં હોઈએ છીએ એ સમયે પગ તરફ લોહીનો પ્રવાહ ખૂબ જ ધીમો થઈ જાય છે. નિષ્ણાંતો કહે છે કે જો તમે બેઠેલી સ્થિતિમાં રિક્લાઈનર પર સૂતા હોવ તો ડીપ વેઈન થ્રોમ્બોસિસનું જોખમ વધારે રહેલું છે. જો કે, આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ પહેલાથી જ કોઈ હૃદય સંબંધિત રોગથી પીડાય છે.


આ પણ વાંચો:


કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરતથી વધે Heart Attack નું જોખમ


દરેક વસ્તુ ચીપકાવતું ગ્લૂ તેની બોટલમાં શા માટે નથી ચોંટતું, આ છે તેનું કારણ


આ છે ભારતનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન, એકવાર જાણો પછી ક્યારેય નહીં ભુલો


જો સૂતી વખતે તમારો હાથ અથવા પગ કલાકો સુધી એક જ સ્થિતિમાં દબાયેલો રહે છે, તો પછી નસો સંબંધિત સમસ્યા થઈ શકે છે. તે જ સમયે, સીધા સૂતી વખતે તમારી જીભના તાળવાને સ્પર્શવાનો ભય રહે છે, જે સ્લીપ એપનિયાનું જોખમ વધારે છે. આમાં, સૂતી વખતે શ્વાસ નાક દ્વારા અંદર નથી જતો, જેના કારણે ગૂંગળામણ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને અનિયંત્રિત ધબકારાનું જોખમ રહેલું છે.


ડાબી પડખે સૂવાથી આપણા અંગોના ઈલેક્ટ્રીકલ સંકેતો ખોરવાઈ જાય છે. જોકે, આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે, જેઓ પહેલાથી જ હૃદયની બીમારીથી પીડિત છે. સ્વસ્થ લોકોને ડાબી બાજુ સુવામાં કોઈ સમસ્યા નથી.


કેવી રીતે સૂવું ?

તમે તમારા પેટ પર વજન આવે તે સિવાય કોઈપણ સ્થિતિમાં સૂઈ શકો છો. પેટ પર સૂવું સૌથી નુકસાનકારક છે.  તમે જે પણ સ્થિતિમાં સૂતા હોવ ત્યાં કલાકો સુધી ઊંઘશો નહીં. દર બે થી ત્રણ કલાકે પડખું બદલવાની ટેવ પાડો.


સગર્ભા સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું

સગર્ભા સ્ત્રીઓને ડાબી બાજુ સૂવાની સલાહ આપવામાં આવે છે જેથી તેમના ગર્ભાશય પર કોઈ દબાણ ન આવે. ગર્ભાશય પર દબાણને કારણે ડીપ વેઈન થ્રોમ્બોસિસનું જોખમ વધી જાય છે.


ડીપ વેઈન થ્રોમ્બોસિસથી કેવી રીતે બચશો

નિષ્ણાંતો કહે છે કે જે લોકોને પગમાં સોજા આવવાની સમસ્યા હોય, તેમણે દિવસના મધ્યમાં પગને ઉંચા રાખવા જોઈએ અને કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ પણ પહેરવા જોઈએ. આ લોહીના પ્રવાહને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એવી રીતે સુવું જેના કારણે પીઠ અને કરોડરજ્જુ પર દબાણ ન પડે.


(Disclaimer: અમારો લેખ ફક્ત માહિતી પ્રદાન કરવા માટે છે. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)