ભારતમાં કેટલાક લોકો એસિડિટી અને ગેસ પ્રોબ્લેમથી પીડાય છે. જેના કારણે સામાન્ય દિવસની ગતિવિધીઓમાં પણ તકલીફ સામે આવે છે. આજકલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સના કારણે આ થવું સામાન્ય છે. જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે જે આપણી હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું  કારણ બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજે અને સવારે ન કરો આવી ભૂલ
જો તમે ચાના શૌકીન છો અને સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા ઉદભવે છે. કદાચ તમે આ વાતને ન જાણતા હોવ કે ખાલી પેટે ચા પીવી બાઈલ જૂસ પર નેગેટિવ અસર કરે છે. જેનાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે.


આ ચીજવસ્તુઓથી પણ રહો દૂર
માત્ર ચા જ નહીં પણ કેટલી એવી ફૂડ આઈટમ છે જેનું સેવન સવારના સમયે ખાલી પેટે ન કરવું જોઈએ. જેમાં, મસાલેદાર વસ્તુઓ, હોટ કોફી, વધુ તેલવાળુ ભોજન, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓથી દૂરી બનાવવી જોઈએ.


એસિડિટીથી બચવા સવારે શું કરવું જોઈએ
- જો વગર ચાએ સવારમાં તમને ચાલે એમ નહીં હોય તો ચામાં આદુ નાખી પી શકાય. આનાથી એસિડિટીની સંભાવના ઓછી થશે.
 
- સવારે-સાંજે નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, આનાથી પેટમાં ગેસ નહીં બને અને પાંચન તંત્ર પણ ઠીક રહેશે.


- સવારના સમયે બોયલડ ઈંડા ખાવાથી પેટને લાગતી તકલીફો પણ દૂર થશે.


- લીલા શાકભાજી પણ તમારી હેલ્થ માટે સારી હોય છે. એટલે સવારે પણ તમે લીલા શાકભાજી ખાઈ શકો છો.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આના ઉપયોગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. zee 24 કલાક આની પુષ્ટી નથી કરતું.