રુફી જૈદી/દિલ્હી :દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે. 


ઈન્ડિયન આર્મીમાં જોડાવા માટે અમદાવાદમાં યોજાશે મેગા ભરતી મેળો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચમાં 1200 લોકોનો એક્સ-રે સામેલ કરાયો
જો તમે પણ પોતાના ફોનથી દૂર રહી શક્તા નથી. પણ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિસર્ચ બતાવે છે કે, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાઓના માથા પર સિંગડા ઉગવા લાગે છે. જે યુવાઓ માથાના વધુ ઢાળીને મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે, તેમની ખોપડીમાં સિંગડા વિકસિત થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, 18 વર્ષથી 30 વર્ષની ઉંમરના લોકોમાં સિંગડા જેવુ હાડકુ વિકસિત થઈ રહ્યું છે. આ રિસર્ચમાં 18થી 86 વર્ષ સુધીના 1200 લોકોનો એક્સ-રે સામેલ કરવામાં આવ્યો હતો. 


નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ : ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું


મોબાઈલ હવે કંકાલના સ્તર પર બદલાવ કરે છે
આ રિસર્ચના મુજબ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર યુવકોના માથાનો સ્કેન બહુ જ ચોંકાવનારો નીકળ્યો હતો. આવા માથામાં હવે સિંગડા ઉગવા લાગ્યા છે. મોબાઈલ હવે કંકાલના સ્તર પર બદલાવ કરી રહ્યું છે. રિસર્ચમાં 18થી 30 વર્ષના એવા યુવકોને સામેલ કરવામાં આવ્યા છે, જે દિવસભાર મોબાઈલ પર અનેક કલાકો વિતાવે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડો.ઈશ આનંદે આ પ્રોસેસને સમજાવી. 


ડો. ઈશ આનંદ જણાવે છે કે, કરોડરજ્જુથી શરીરનું વજન શિફ્ટ થઈને માથાના પાછળના ભાગની માંસપેશિઓ સુધી જાય છે. તેનાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાડકુ વિકસીત થાય છે. તેના પરિણામે યુવકોમાં હુક કે સિંગની જેમ હાડકા વધી રહ્યાં છે. જે ગરદનની એકદમ ઉપરની તરફ ખોપડીની બહાર નીકળેલું છે. આ હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડો.રજત ચોપડાના અનુસાર, મોબાઈલના જરૂરથી વધુ ઉપયોગને કારણે માથામાં હાડકુ નીકળી રહ્યું છે. આ હાડકાને કારણે તમારા માથાનો આકાર જ બદલાઈ જશે. તેને કારણે માથામાં દુખાવો પણ વધશે.