બ્યૂનસ આયર્સ (આર્જેન્ટીના): સ્વાસ્થ્ય ખરાબ થવા માટે ઘણીવાર સ્માર્ટફોનને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ હૃદયના દર્દીઓ પર આ ડિવાઇસનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. સંશોધનકર્તાને જાણવા મળ્યું કે એક સાધારણ એપ ચોક્કસ સમય માટે આ રોગીઓને પોતાના દવા લેવામાં મદદ કરવાની એક પ્રભાવી રીત હોઈ શકે છે, જેથી સમય પહેલા મોતના ખતરાને ઓછો કરી શકાય છે. એક વાર હાર્ટ એટેક આવ્યા બાદ ફરી તેને રોકવા માટે દર્દીઓને તેની દવા આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાથી રજા બાદ પહેલા 30 દિવસમાં ચારમાથી એક દર્દી ઓછામાં ઓછી એક દવા લેવાનું બંધ કરી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનાથી ફરી સમસ્યા શરૂ થવાને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના અને સમય પહેલા મોતનો ખતરો વધી જાય છે. વર્તમાનમાં તેના પાલનમાં સુધાર માટે કોઈ સરળ અને ખર્ચ અસરકારક વ્યૂહરચના નથી. 


બ્યૂનસ આયર્સમાં આયોજીત 45મી આર્જેન્ટીના કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી (એસએસી 2019)મા કરાયેલા અધ્યાસમાં તે સામે આવ્યું કે સ્માર્ટફોન એપ રિમાઇન્ડરનો ઉપયોગ કરનારા હૃદય રોગીઓને લેખિત નિર્દેશ પ્રાપ્ત કરનારા રોગીઓની તુલનામાં તેની દવા લેવાની વધુ સંભાવનાઓ હોય છે. 


બ્યૂનસ આયર્સ કાર્ડિયોવાસ્કુલર ઈન્સ્ટિટ્યૂટના લેખક ક્રિસ્ટિયન એમ. ગાર્મેડિયાએ કહ્યું, 'અમે અનુમાન લગાવ્યું કે, એપથી તેનું પાલન 30 ટકા વધશે, પરંતુ પ્રભાવ તેનાથી વધુ રહેશે.'