નવી દિલ્લીઃ શાળા-કોલેજની બહાર આવતી આંબોડિયાની લારીમાં આ ખાટ્ટા-મીઠા સ્વાદનું કમરક (સ્ટાર) આસાનીથી મળી જાય છે...ખાવામાં ખાટ્ટા છે પરંતુ તેના ફાયદા ખૂબ મીઠા છે..જીં હા કમરક ખાવાથી સ્વાસ્થય સંબંધી ઘણા ફાયદા મળે છે.વિટામીન સી થી ભરપૂર કમરક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.કમરક ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે.કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને ખાસ દૂર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદય માટે બેસ્ટ-
કમરખ ફ્રૂટમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે હાર્ટ માટે પણ ફાયદાકારક છે. સ્ટાર ફ્રૂટ ખાવાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટ જેવા હાર્ટ ડિસીઝનો પણ ખતરો રહેતો નથી.


ડાયાબિટીસમાં ફાયદારૂપ-
બોડીમાં બ્લડ શુગર લેવલ અને ઈન્શ્યુલિનને કંટ્રોલમાં રાખવા માંગો છો તો સ્ટાર ફ્રૂટ અવશ્ય ખાઓ. ફાયબરથી ભરપૂર આ ફ્રૂટ ખાવાથી બોડીમાં બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે.


પાચન માટે બેસ્ટ-
આ ફળમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે પેટ માટે પણ ફાયદાકારક છે. તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેના કબજિયાતમાં પણ રાહત મળે છે.


વાળ માટે લાભદાયી-
વિટામિન બી અને સી ની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સ્ટાર ફ્રૂટ ખાવાથી વાળ હેલ્ધી રહે છે. તે સ્કિનને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વાળ ખરતાં રોકે છે અને વાળને મજબૂત બનાવે છે. કમરક ફળ બજારમાં સરળતાથી મળી રહેતું ફળ છે. તે ગળ્યું અને ખાટા એમ બે પ્રકારના હોય છે.આ ફળની તાસીર ગરમ અને ભારે હોય છે. તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે.


ત્વચા સંબંધી બીમારી-
શિયાળામાં ત્વચા સંબંધી સમસ્યા એક સામાન્ય વાત છે. તેવામાં કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે.


રોગ પ્રરિકારક શક્તિ વધશે-
પોષક તત્વો અને વિટામિન-સી થી ભરપૂર કમરકનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકો છો. તે સિવાય તેનાથી શરીરમાં એનર્જી પણ રહેશે.


ભૂખ ના લાગવી-
મોટાભાગનો લોકોને ભૂખ નથી લાગતી હોતી, તેનાથી શરીર કમજોર થઈ જાય છે અને સાથે સાથે કેટલીક બીમારીઓ પણ થાય છે. તેવામાં દરરોજ સવારે કમરકના જયૂસમાં ખાંડ નાખીને પીવું. તેનાથી 3-4 દિવસમાં અસર જોવા મળશે.


આંખો માટે ફાયદારૂપ-
મેગ્નેશિયમ અને વિટામિન બી 6 હોવાને કારણે તે આંખો માટે ફાયદાકારક છે. તેનાથી આંખોમાં લાલસ, સોજો, દુઃખાવો પાણી નિકળવું અને ઓછું દેખાતું હોય તેવી સમસ્યા દૂર થાય છે.