Diabetes: સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
Diabetes: સવારની શરૂઆત જો તમે કેટલાક હેલ્થી ડ્રિંક્સ પીને કરો છો તો તેનાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ હેલ્ધી ડ્રિંક કયા કયા છે તે તમને ખબર ન હોય તો આજે તમને 5 એવા હેલ્ધી ડ્રિંક વિશે જણાવીએ જેને પીને દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
Diabetes: ડાયાબિટીસ હોય તેમણે બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે ખાવા પીવાની બાબતોમાં સાવધાની રાખવી જોઈએ. સવારની શરૂઆત જો તમે કેટલાક હેલ્થી ડ્રિંક્સ પીને કરો છો તો તેનાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ હેલ્ધી ડ્રિંક કયા કયા છે તે તમને ખબર ન હોય તો આજે તમને 5 એવા હેલ્ધી ડ્રિંક વિશે જણાવીએ જેને પીને દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
આ પણ વાંચો: WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ ?
હુંફાળું લીંબુ પાણી
હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી ફક્ત વજન ઘટે છે એવું નથી. આ રીતે લીંબુ પાણી પીવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો થાય છે. હુંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે પાચન ક્રિયા સુધરે છે અને સાથે જ બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
મેથીનું પાણી
મેથીના દાણા ફાઇબરથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરનું અવશોષણ ધીમું કરે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીને રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે તેને ગાળી અને આ પાણી પી જવું તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર
આમળાનું જ્યુસ
આમળા વિટામિન c થી ભરપૂર હોય છે. વિટામીન સી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને સાથે જ આમળા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધારે છે. સવારે આમળાનું જ્યુસ પીવાથી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
તજની ચા
તજ એક ગરમ મસાલો જ નહીં પરંતુ ગુણોનો ખજાનો પણ છે. ખાસ તો ડાયાબિટીસમાં દર્દીઓ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં રહેલા તત્વ શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. સવારે તજની ચા બનાવીને પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે એક કપ પાણીમાં તજનો ટુકડો ઉમેરી બરાબર ઉકાળો અને પછી તેનું સેવન કરો.
આ પણ વાંચો: Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ
વેજીટેબલ જ્યુસ
લીલા શાકભાજી પોષક તત્વથી ભરપૂર હોય છે તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે. ડાયાબિટીસ હોય તેઓ પાલક, ગાજર, કાકડી, બીટ જેવા શાકભાજીનું મિશ્રણ કરી સૂપ બનાવીને સવારે નાસ્તામાં લઈ શકે છે તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)