Besan Roti Benefits: ઘઉંના લોટની રોટલી મોટાભાગે દરેક ઘરમાં બને છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે ચણાના લોટની રોટલી પણ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે તમારી ડાયટમાં ઘઉંના લોટની રોટલીને બદલે ચણાના લોટની રોટલીનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે ચણાના લોટની રોટલી પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચણાના લોટની રોટલી ખાવાના ફાયદા


આ પણ વાંચો:


Bad Cholesterol ને શરીરમાંથી દુર કરે છે આ 5 વસ્તુઓ, નસેનસની થઈ જશે સફાઈ


એક કપ ચામાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી શરીરને થાય છે અઢળક લાભ, આ સમસ્યાઓ થશે દુર


Aam Panna: ઉનાળામાં લૂ થી બચાવશે આમ પન્ના, જાણો તેનાથી થતાં અન્ય સ્વાસ્થ્ય લાભ વિશે


વજન ઓછું થાય છે


ચણાના લોટની રોટલી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ચણાના લોટની રોટલીમાં કાર્બોહાઇડ્રેટ, આયરન અને ફાઇબર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ઘઉંને બદલે ચણાના લોટની રોટલીઓ ખાઓ છો તો શરીરમાં જમા થતી ચરબી ઓગળે છે. જેના કારણે વજન વધતું નથી. કારણ કે ચણાના લોટની રોટલી ખાધા પછી તમને કલાકો સુધી ભુખ લાગતી નથી. 


એનિમિયા

ચણાના લોટની રોટલી ખાવાથી એનિમિયાની સમસ્યા દુર થાય છે. કારણ કે ચણાના લોટની રોટલીમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. જે શરીરની નબળાઈ દુર કરવામાં મદદ કરે છે. ચણાના લોટની રોટલી શરીરનો થાક અને નબળાઈ દુર કરવામાં પણ મદદ કરે છે.


રોગપ્રતિકારક શક્તિ

ચણાના લોટની રોટલી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચણાના લોટની રોટલીમાં વિટામિન-બી, પ્રોટીન હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે વારંવાર બીમાર પડો છો તો તમે તમારા આહારમાં ચણાના લોટની રોટલીનો સમાવેશ કરી શકો છો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)