Curry Leaves Benefits: લીમડાના પાનનો ઉપયોગ આજ સુધીમાં તમે પણ ઘણી વખત કર્યો હશે. લીમડાના પાનેથી વાનગી સ્વાદિષ્ટ બને છે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાના પાન ઔષધીય ગુણથી પણ ભરપૂર હોય છે? તેમાં એવા ઘણા આયુર્વેદિક ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી શરીરને મોટી સમસ્યાઓથી બચાવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી શરીરની કઈ સમસ્યાઓને દુર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાના પાનના ફાયદા


આ પણ વાંચો:


આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત, આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો


Health Tips: ચા નહીં સવારે સૌથી પહેલા પાણી પીવાનું રાખો , એક ફેરફારથી થશે અનેક ફાયદા


બ્લડ શુગરથી લઈ હાર્ટની હેલ્થ માટે બેસ્ટ છે રેડ એલોવેરા, જાણો તેના ફાયદા વિશે


1. લીમડાના પાન વાળ માટે અમૃત સમાન છે. જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હોય તો લીમડાના પાન નો ઉપયોગ કરીને તમે સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો. તેના માટે લીમડાના પાનને તડકામાં સૂકવી અને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાડવી. નિયમિત તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત પણ થાય છે અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. 


2. જે લોકો ડાયાબિટીસથી પરેશાન છે તેમના માટે પણ લીમડાના પાન રામબાણ છે. લીમડાના પાનનું સેવન કરવાથી ઇન્સ્યુલિન ઉત્પાદન કરતી કોશિકાઓ મજબૂત થાય છે. સાથે જ તેનાથી બ્લડ ગ્લુકોઝ લેવલ પણ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાન અને ચાવી અને તેનો રસ પીવો જોઇએ. 


3. ત્વચા પર જો કાળી ઝાંય વધી ગઈ હોય અને ત્વચાની રોનક છીનવાઈ ગઈ હોય તો લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીમડાના પાનની પેસ્ટ તૈયાર કરી તેના ચહેરા પર લગાડવી જોઈએ. આ પેસ્ટને 15 મિનિટ ચહેરા પર રાખી ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો. 


4. ઘણા લોકોને પેટ અને પાચન સંબંધિત સમસ્યા વારંવાર થાય છે. જો તમને પણ વારંવાર ગેસ એસીડીટી અપચો પેટમાં દુખાવો જેવી તકલીફો થતી હોય તો તમે આ કામ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણીમાં થોડા લીમડાના પાન ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી આ પાણીનું સેવન કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)