Knee Pain: આજના સમયમાં લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકોને કેટલીક સમસ્યાઓ નાની ઉંમરથી સતાવવા લાગે છે. તેમાંથી એક સમસ્યા છે ઘૂંટણનો દુખાવો. આ સમસ્યા હવે તો કોઈપણ ઉંમરના વ્યક્તિને થયેલી જોવા મળે છે. બેઠાળુ જીવનશૈલીના કારણે અથવા તો ક્યારેક ઈજાના કારણે ઘૂંટણમાં તીવ્ર દુખાવો થાય છે. આ સિવાય જ્યારે ભોજનમાં પોષક તત્વોની ઉણપ હોય ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે. જો પોષકતત્વોની ઉણપના કારણે ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો તમે કેટલીક વસ્તુનું સેવન કરી આ સમસ્યાને દુર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈ વ્યક્તિના શરીરમાં કેલ્શિયમ કે પ્રોટીનની ઉણપ હોય તો ઘૂંટણમાં દુખાવો થવાની શક્યતાઓ વધી જાય છે. ક્યારેક તીવ્ર દુખાવાની સાથે ઘૂંટણમાં સોજો પણ આવી જાય છે. જો આહારના કારણે આ સમસ્યા હોય તો તમે તેને દવા વિના દૂર કરી શકો છો. તેના માટે આ 5 વસ્તુઓનું સેવન કરવાની શરુઆત કરી દેવી. જેથી તમને થોડા જ દિવસોમાં તેની અસર દેખાવા લાગે.


આ પણ વાંચો:


Heartburn: આ પોઝીશનમાં સુવાથી થાય છે એસિડ રિફ્લકસની તકલીફ, આ પડખે સુવાનું કરો શરુ


ફળને કાપી તેના પર મરી-મસાલા ભભરાવીને ખાવાથી જીભને ચટાકો લાગશે પણ થશે આ નુકસાન


વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ
 
લીલા પાંદડાવાળા શાકભાજી
કોબીજ અને બ્રોકોલી જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી શરીરમાં દુખાવો કરતાં એન્ઝાઈમ ઓછા થાય છે. તેથી દૈનિક આહારમાં લીલા પાનવાળા શાકને લેવાનું રાખો.
 
ફળ
કેટલાક ફળ ખાવાથી પણ ઘૂંટણનો દુખાવો મટે છે. આવા ફળમાં નારંગી, સ્ટ્રોબેરી અને ચેરીનો સમાવેશ થાય છે, જેમાં વિટામિન સી અને લાઇકોપીન જેવા પોષક તત્વો હોય છે. જે હાડકાનો દુખાવો ઓછો કરે છે. 


નટ્સ
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ નિયમિત રીતે નટ્સ ખાવાની સલાહ આપે છે કારણ કે તેમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાંને મજબૂત બનાવે છે આ જ કારણ છે કે નટ્સ ખાવાથી ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે.
 
આદુ અને હળદર
આદુ અને હળદરનો ઉપયોગ વર્ષોથી મસાલા તરીકે કરવામાં આવે છે. જો તમને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમારા આહારમાં આ બે વસ્તુઓને ચોક્કસ સામેલ કરો. જો તમે આદુ અને હળદરનો ઉકાળો પીવો છો તેનાથી સૌથી વધુ લાભ થાય છે. 
 
દૂધ
દૂધ અને મિલ્ક પ્રોડક્ટથી વિટામિન ડી અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જે હાડકાને મજબૂત બનાવે છે. જો કે દૂધ અને અન્ય પ્રોડક્ટ લો ફેટ હોય તે જરૂરી છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)