Health Tips: અનહેલ્ધી આહાર અને બેઠાડું જીવન શૈલીના કારણે મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. જો લાંબા સમય સુધી કબજિયાત રહે તો તેના કારણે ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.  જે લોકો કબજિયાતથી પરેશાન હોય તેઓ કેટલાક ડ્રાયફ્રુટ ખાઈને પોતાની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાયફ્રૂટ્સ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. સાથે જ તેમાં એવા તત્વો પણ હોય છે જે ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી પણ રાહત આપે છે. કેટલાક ડ્રાયફ્રુટ્સ એવા હોય છે જે કબજિયાતથી પણ રાહત અપાવે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા સતાવતી હોય અને તેના કારણે રોજ સવારે તમને તકલીફ પડતી હોય તો તમે આ ડ્રાયફ્રુટ ખાઈને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકો છો. 


આ પણ વાંચો: કાચું પપૈયું ખાવાથી શરીરને થાય છે આ 6 જબરદસ્ત લાભ, જાણીને તમે પણ આજથી જ ખાવા લાગશો


ડ્રાય પ્લમ


ડ્રાય પ્લમ ખાવાથી કબજિયાતથી રાહત મળી શકે છે. તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે તેનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે.


અંજીર


અંજીર ખાવાથી પણ પેટ સંબંધિત સમસ્યાથી મુક્તિ મળી શકે છે. જો તમે શિયાળામાં તમારી ડાયટમાં અંજીરનો સમાવેશ કરો છો તો તેમાંથી તમને ફાઇબર, પ્રોટીન, આયરન, ઝિંક સહિતના પોષક તત્વો પણ મળે છે. સાથે જ તમને કબજિયાતથી પણ રાહત મળશે.


આ પણ વાંચો: Warm Water: બદલતા વાતાવરણમાં અમૃત સાબિત થશે હુંફાળું પાણી, આ સમયે પીવું સૌથી બેસ્ટ


ખજૂર


સ્વાદમાં મીઠો ખજૂર શરીર માટે પણ ફાયદાકારક છે ખજૂરને ખાવાથી શારીરિક શક્તિ વધે છે અને પેટ સંબંધિત રોગથી પણ રાહત મળે છે જેમાં મુખ્ય છે કબજિયાત. ખજૂર ખાવાથી કબજિયાતથી રાહત મળે છે.


કાળી દ્રાક્ષ


જો તમને લાંબા સમયથી કબજિયાત હોય તો કાળી દ્રાક્ષને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાની શરૂઆત કરો. આ દ્રાક્ષ ખાવાની શરુઆત કર્યાની સાથે જ થોડા દિવસોમાં તમારી કબજિયાતની ફરિયાદ દૂર થઈ જશે.


આ પણ વાંચો: Health Tips: શરીરની આ 3 સમસ્યાને 10 મિનિટમાં દુર કરે છે હિંગ, જાણો ઉપયોગ કરવાની રીત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)