Benefits of Juice: આ ગ્રીન જ્યૂસથી કરો દિવસની શરૂઆત, Health ને મળશે આશ્ચર્યજનક ફાયદો
મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે
નવી દિલ્હી: મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે અને તમારી ઇમ્યુનિટીને વધારે છે.
દિવસની શરૂઆત એટલે કે, તમે સવારે જે પણ ખાઓ છો, તે તમારા શરીર પર અસર કરે છે. સ્વસ્થ આહાર તમને ફિટ અને એનર્જેટિક રાખે છે. અહીં અમે તમને એક ગ્રીન જ્યૂસ વિશે જણાવીશું જેને પીવાથી તમને ઘણા ફાયદા થશે.
આ પણ વાંચો:- મુંબઈ ઈન્ડિયન્સના ભાઈનું ટી 20 વર્લ્ડકપ 2021 માંથી કપાયું પત્તું, આ 5 ખેલાડી બન્યા વિલન
ગ્રીન જ્યૂસ બનાવવાની રીત
કાપેલી દૂધી
કાકડી
અજમો ના પાન
લેમન જ્યૂસ
જીરું પાવડર
મીઠું
આ તમામ વસ્તુઓને એક સાથે બ્લેન્ડર જારમાં મિક્સ કરી હલાવો અને આ ગ્રીન જ્યૂસ તૈયાર થઈ જશે.
આ પણ વાંચો:- દુનિયા પર ફરી મંડરાયો 9/11 જેવા હુમલાનો ખતરો, યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી
જાણો તેના ફાયદા
- આ જ્યૂસ બ્લડ પ્યૂરિફિકેશનમાં મદદ કરે છે. તે તમારા શરીર અને લિવરને ડિટોક્સીફાઈ કરે છે અને રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે.
- વેજીટેબલ જ્યૂસમાં વિટામિન્સની સંપૂર્ણ માત્રા હોય છે તેથી તે તમારી આંખો અને ઇન્યૂન સિસ્ટમ માટે પણ સારું છે.
- તમારા શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે. સાથે જ લિવરથી પિત્ત અને ફેટને ઓછું કર છે. આ સાથે તમારું હાર્ટ પણ હેલ્દી રહે છે.
- તમારા પિત્તને સ્ટ્રોન્ગ રાખે છે. જેનાથી ફેટના બ્રેકડાઉન અને શરીરમાંથી ટોક્સિન્સને નિકાળવામાં મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube