Home Remedy for Stomach Gas: પેટમાં ગેસ ત્યારે બને છે જ્યારે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. જે લોકોનું પાચન નબળું હોય અથવા તો પાચનતંત્ર સંબંધિત ખરાબી હોય તો તેના કારણે ભોજન કર્યા પછી ગેસના કારણે પેટ ફુલવા લાગે છે. ઘણા લોકોને સવારે પેટમાં ગેસ રહેતો હોય છે. પેટમાં ગેસ થઈ જાય તો દુખાવો પણ થાય છે. જો વારંવાર પેટમાં ગેસ થાય તો અન્ય હેલ્થ પ્રોબ્લેમ પણ થવા લાગે છે જે ગંભીર પણ બની શકે છે. પેટમાં ગેસની સમસ્યા જો વારંવાર થતી હોય તો તેને મટાડવા માટે દવા લેવાની બદલે તમે કેટલાક ઘરેલુ ઉપાય ની મદદ લઈ શકો છો. આજે તમને ઘરના રસોડામાં રહેલી 5 એવી વસ્તુ વિશે જણાવીએ જે ગેસ સમયે ખાઈ લેવાથી તુરંત રાહત મળે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે નાળિયેર પાણી, રોજ 1 ગ્લાસ પીવાથી રહેશે સ્વસ્થ


પેટના ગેસથી રાહત આપતી 5 ઘરેલુ વસ્તુઓ 


1. એસીડીટી અને પેટનો ગેસ વધી જાય તો અજમાનું સેવન કરવું જોઈએ. તેના માટે અડધી ચમચી સૂંઠના પાવડરમાં સંચળ અને અડધી ચમચી અજમા ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને સવારે ગરમ પાણી સાથે ખાઈ લેવું. 


2. સવારે રોજ પેટમાં ગેસ રહેતો હોય તો પેટની આ સમસ્યાને દૂર કરવા માટે લસણનો રસ પાણીમાં મિક્સ કરીને પી લેવો. તેના માટે એક કળી લસણ વાટી તેનો રસ કાઢી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી પી લેવું 


આ પણ વાંચો: Migraine: માઈગ્રેન માટે જવાબદાર આ 4 કારણોને દુર કરી દેશો તો દવા વિના મટી જશે દુખાવો


3. જે લોકોનું પાચન નબળું હોય તેમણે સંચળનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં પણ સંચળની ઉપયોગી કહેવામાં આવ્યું છે પેટના ગેસથી તુરંત રાહત મેળવવી હોય તો હુંફાળા પાણીમાં બે ચપટી સંચળ મિક્સ કરી પી લેવું. 


4. પેટનો દુખાવો અને ગેસ દૂર કરવામાં ફુદીનો પણ મદદ કરે છે. તેના માટે ફુદીનાના પાનનો રસ કાઢીને તેમાં લીંબુ અને પાણી મિક્સ કરી પી લેવો. 


આ પણ વાંચો: Cashew Side Effects: રોજ ખાવ છો એક મુઠ્ઠી ભરીને કાજુ? તો જાણો તેનાથી થતા નુકસાન વિશે


5. ગેસના કારણે પેટમાં દુખાવો થતો હોય તો હરડેનું સેવન કરવું લાભકારી ગણાય છે. હરડે પાવડર સાથે સંચળ અને અજમાનો પાવડર મિક્સ કરી ફાકી બનાવી લેવી. આ કાકીને તમે સ્ટોર પણ કરી શકો છો. રાત્રે સુતા પહેલા આ મિશ્રણની એક ચમચી ગરમ પાણી સાથે લઈ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)