Ghee Benefits: પૌષ્ટિક આહાર આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો ભોજનમાં પૌષ્ટિક તત્વોની કમી હોય તો શરીર ઘણી બધી બીમારીઓથી ગ્રસ્ત થઈ જાય છે. ખાસ કરીને શરીરમાં ફાઇબરની ઉણપ હોય તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. તેથી જરૂરી છે કે દરેક વ્યક્તિ ફાઇબરથી ભરપૂર આહાર કરે. આજના સમયમાં લોકો તળેલું અને જંક ફૂડ વધારે ખાતા હોય છે. જેના કારણે કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં ફાઇબર યુક્ત ભોજન આ સમસ્યાને દૂર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માથાથી પગ સુધીની સમસ્યાઓ માટે રામબાણ ઔષધી છે Aloe Vera, જાણો તેનાથી થતા ફાયદા વિશે


Papaya Seeds: પાકા પપૈયાના બી પણ હોય છે ગુણકારી, તેના ચૂર્ણથી અનેક બીમારી થશે દુર


વારંવાર પડતા હોય મોંમાં ચાંદા તો નિયમિત ખાવા આ ફળ, પછી નહીં થાય ક્યારેય સમસ્યા


કબજિયાતની સમસ્યા આહારમાં પોષક તત્વોની ખામીના કારણે પણ થાય છે. આ સિવાય શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ વધવા લાગે છે. કબજિયાત પેટ સંબંધિત ગંભીર સમસ્યા છે આ એવી સમસ્યા છે જેના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ થાય છે. તેના માટે લોકો દવાની મદદ પણ લેતા હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં દવા લેવી પણ નુકસાનકારક છે. જો તમે પણ કબજિયાતથી પરેશાન હોય તો આજે તમને એક રામબાણ ઈલાજ જણાવીએ.


કબજિયાતથી મુક્તિ મેળવવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘીનો ઉપયોગ કરવાથી કબજિયાતની તકલીફથી રાહત મળે છે. હુંફાળા દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાની શરૂઆત કરશો તો કબજિયાત હતી તુરંત જ છુટકારો મળશે. ઘીમાં બ્યુટીરીક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. સાથે જ સ્ટુલ મોમેન્ટ પણ સરળતાથી થાય છે. તેના કારણે પેટનો દુખાવો સોજો બળતરા પણ દૂર થાય છે. 


જો તમને ઉનાળામાં કબજિયાતની સમસ્યા રહેતી હોય તો રાતના સુતા પહેલા એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાનું શરૂ કરો. તેનાથી સવારે તમારું પેટ બરાબર સાફ આવી જશે. સાથે જ આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થવા લાગશે.


જો તમને કબજિયાત વધારે રહેતી હોય તો તેને દૂર કરવા માટે ઘી અને સાકરનું સેવન કરવું જોઈએ. તેના માટે એક ગ્લાસ પાણીમાં થોડી મિસરીને પલાળી દો. ત્યાર પછી તેમાં ઘી ઉમેરી પાણી ગરમ કરી પી લેવો. આ પાણી પીવાથી પેટમાં જામેલો મળ પણ બહાર નીકળી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)