Symptoms of Menopause: મેનોપોઝ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જે દરેક મહિલાના જીવનનો એક ભાગ છે. પીરિયડ્સ બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવાય છે. આ સ્થિતિમાં અંડાશય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન કરતું નથી. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે મેનોપોઝ આવે છે. પરંતુ મેનોપોઝ આ ઉંમર પહેલા પણ આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Clove water: રોજ ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી થતા જબરદસ્ત ફાયદા વિશે જાણો


મેનોપોઝના કેટલાક લક્ષણો પણ હોય છે. આ લક્ષણો વર્ષો સુધી રહી શકે છે. આ લક્ષણોને પેરિમેનોપોઝ કહેવાય છે. આ સમય દરમિયાન મહિલાઓને આ પ્રકારના લક્ષણો અને ફેરફાર શરીરમાં જોવા મળે છે. જો આ લક્ષણો જણાતા હોય તો મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની શરુઆત કરી દેવી જોઈએ.


મેનોપોઝના લક્ષણો


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડની સમસ્યાને દવા વિના દુર કરશે આ આયુર્વેદિક જડીબુટ્ટી


- અચાનક ગરમી થવી અને પરસેવો વળવો. 
- સુતી વખતે વધારે પરસેવો થવો.
- વજાઈનામાં ખંજવાળ, બળતરા, દુખાવો અનુભવ થવો.
- ક્યારેક વધારે બ્લીડિંગ થવું તો ક્યારેક મહિનાઓ સુધી માસિક ન આવવું.
- વધારે પ્રમાણમાં થાક અને નબળાઈનો અનુભવ થવો.


આ પણ વાંચો: રસોઈનો સ્વાદ વધારતું લીંબુ સુધારે છે સ્વાસ્થ્ય, જાણો લીંબુના ઉપયોગથી થતા ફાયદા વિશે


- મેટાબોલિઝમ સ્લો થઈ જવું અને વજન વધવું.
- સ્નાયૂ અને સાંધામાં દુખાવો. 
- વારંવાર માથામાં દુખાવો.
- વાળ વધારે ખરવા કે પાતળા થઈ જવા.
- સ્વભાવ ચીડિયો થઈ જવો, અચાનક ઉદાસ થવું કે ક્રોધનો અનુભવ કરવો.


આ રીતે મેનોપોઝ દરમિયાન કરો સેલ્ફ કેર


આ પણ વાંચો: Water Benefits: વાસી મોઢે 1 ગ્લાસ પાણી પીવાથી મટી જાય છે શરીરના આ રોગ


- પોતાના આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. 
- યોગ અને ધ્યાન કરો જેનાથી એકાગ્રતા વધશે.
- નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ કરો. પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. 
- કેલ્શિયમ, વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા પૂરક આહારનું સેવન કરો.


આ પણ વાંચો: ઉગેલા બટેટા ખાવાથી શરીર બની જાશે રોગોનું ઘર, જાણો આવા બટેટા ખાવાના નુકસાન વિશે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)