ઝી બ્યૂરો, અમદાવાદઃ સૂર્યમુખી વિશ્વનાં મુખ્ય ચાર તેલીબીયાનાં પાક પૈકીનો એક અગત્યનો પાક છે.સૂર્યમુખીમાં ઉચ્ચ ગુણવત્તાવાળુ ૪૦થી ૪૨% તેલનું પ્રમાણ છે. તેમજ બીજમાં વિટામીન-બી સારા પ્રમાણમાં હોવાથી તે આંખને પ્રકાશની સામે ટક્વાની તાકાત આપે છે.સૂર્યમુખીનાં તેલને ઉત્તમ ખાદ્યતેલ ગણવામાં આવે છે અને હૃદય રોગની બીમારીવાળા માણસો માટે ઘણુ જ ફાયદાકારક છે. તેલ કાઢી લીધા બાદ તેના ખોળમાં ૪૨થી ૪૬ ટકા પ્રોટીન હોવાથી પશુ તથા મરઘા માટે આદર્શ ખોરાક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યમુખીના બીજ ખાવાના અનેક ફાયદા છે. તેના બીજમાં પૂરતા પ્રમાણમાં વિટામિન E અને અન્ય ખનિજ હોય છે, જે માથાથી લઈને પગ સુધી ફાયદો પહોંચાડે છે. આ બીજ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ તેને ખાવાથી શરીરને પોષણ મળે છે અને પેટ પણ ભરાય છે.


વાળનો ગ્રોથ
સૂર્યમુખીના બીજમાં રહેલું ઝિંક વાળ વધારવામાં મદદ કરે છે. જોકે, ઝિંકનો વધુ ઉપયોગ વાળ ખરવાની સમસ્યા વધારી શકે છે. તેમાં વિટામિન E હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારે છે.


વિરાંગના બનીને વાયુસેનાની વહારે આવેલી આ ગુજરાતણોએ યુદ્ધમાં પાકિસ્તાનને પછાડ્યું, બની રહી છે ફિલ્મ


સ્વસ્થ હૃદય
સૂર્યમુખીના બીજમાં વિટામિન C હોય છે જે હાર્ટની બીમારીઓ દૂર રાખે છે. તેમજ વિટામિન E કોલેસ્ટ્રોલને લોહીની નળીઓમાં જમા થતા રોકી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ટાળે છે.


કોલેસ્ટ્રોલ ઘટાડશે
સૂર્યમુખીના બીજમાં મોનો અને પોલીસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય તેમાં ઘણા ફાયબર્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.


Tears: આંખમાંથી આંસુ આવવાનું શું છે કારણ? જાણો લાગણીની અભિવ્યક્તિ વખતે કેમ છલકાય છે આંખ?


પાચનતંત્ર સુધારશે
સૂર્યમુખીના બીજમાં પૂરતા પ્રમાણમાં ફાયબર્સ રહેલા હોય છે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ડાઇજેશન સુધરે છે.


કેન્સરથી બચાવશે
સૂર્યમુખીના બીજમાં વિટામિન E, સેલિયમ અને કોપર હોય છે, જેમાં એન્ટિ-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. રિસર્ચમાં જણાવ્યાં મુજબ આ પેટ, પ્રોસ્ટ્રેટ અને બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઘટાડે છે.


કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સરદારના સેવાભાવિ પુત્રીની કહાની


ચહેરો ચમકશે
સૂર્યમુખીના બીજનું તેલ સ્કિનને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવવામાં કારગર છે. તે સ્કિનને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.


હાડકાં મજબૂત કરશે
મેગ્નેશિયમની માત્રા સૂર્યમુખીના બીજમાં વધુ હોય છે, જેનાથી હાડકાં મજબૂત બને છે. સાંધાની તકલીફ અને સોજા માટે તેમાં રહેલું વિટામિન E ખૂબ લાભકારી છે.


મોટા ખાનદાનની 13 યુવતીઓએ સંસ્કારીનગરીને શરમમાં મુકી, વુમન્સ ડે પહેલાં કર્યું આવું કામ


એક્ને અને સ્કિન પ્રોબ્લેમ
સૂર્યમુખીના બીજના તેલમાં ફેટી એસિડ હોય છે, જે સ્કિનને બેક્ટેરિયાથી બચાવી એક્નેની પ્રોબ્લેમને અટકાવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યમુખીનું તેલ ડર્માટાઇટિસની બીમારીથી બચાવે છે.


માઇગ્રેનથી બચાવ
સૂર્યમુખીના બીજ મગજને શાંત રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ મગજની નશોને શાંત કરે છે તથા સ્ટ્રેસ અને માઇગ્રેનથી છુટકારો અપાવે છે.