ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળો આવી ગયો છે અને આ ઋતુમાં સ્વાસ્થ્ય મામલે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. ખાવાપીવામાં જરા પણ લાપરવાહી થાય તો તમે ગંભીર રીતે બીમાર પડી શકો છે. આરોગ્ય વિશેષજ્ઞોના પ્રમાણે ગરમીમાં જો કેટલીક વસ્તુઓ ખાવામં આવે તો તે સ્વાસ્થ્યને મોટો ફાયદો કરાવી શકે છે. આ વસ્તુઓ તમારા શરીરને લૂથી બચાવશે સાથે હાઈડ્રેટેડ પણ રાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફરજન, અંજીર અને નાસપતી
આ ત્રણેય વસ્તુઓમાં ખૂબ જ ફાઈબર હોય છે. વધુ પોષક તત્વો મેળવવા માટે તેને છાલ સાથે ખાઓ. ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ. બે મધ્ય આકારના અંજીરમાં 1.5 ગ્રામ ફાઈબર હોય છે.


બ્લેક બેરીઝ અને રાસબેરી
બેરીઝમાં ફાયબર ખૂબ જ સારી માત્રામાં હોય છે. નાના એવા દેખાતા બેરીઝ અનેક ગુણોનો ખજાનો છે. તે વિટામિન Cથી ભરપૂર હોય છે. એક કપ બેરીઝમાં 8 ગ્રામ વિટામિન હોય  છે.


Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ


તરબૂચ
તરબૂચ ગરમીમાં શરીરને ઠંડું રાખવાનું અને ડિહાઈડ્રેશન દૂર કરવાનું કામ કરે છે. તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે. તેને ખાધા બાદ જલ્દી ભૂખ નથી લાગતી. તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે સ્કિનને તડકાથી થનારા નુકસાનથી બચાવે છે.


સંતરા
સંતરામાં ખૂબ જ સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે ગરમીની ઋતુમાં જરૂરી માનવામાં આવે છે. ગરમીમાં જે પોટેશિયમ પસીનાના કારણે બહાર નિકળે છે તેને સંતરા જાળવી રાખવામાં મદદ કરે છે. સંતરામાં 80 ટકા જ્યુસ હોય છે જે તમને હાઈડ્રેટેડ રાખે છે.


Bollywood ની સૌથી ગ્લેમરસ MOM, ફિટનેસ જોઈને તમને પણ લાગશે નવાઈ


દહીં
પ્રોટીનથી ભરપુર દહીં ગરમીઓના દિવસમાં તમને અંદરથી ઠંડું રાખવાનું કામ કરે છે. દહીંમાં મળતા પ્રોટીન પેટને ભરેલું રાખે છે. જેથી તેને ખાધા બાદ વધુ સમય સુધી ભૂખ નથી લાગતી. આ રીતે તમે કાંઈ અનહેલ્ધી ખાવાથી બચી જાવ છો. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને સારું રાખે છે.


કાચું સલાડ
આ ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને સલાડ જરૂરથી લો. નારંગી અને લીલા રંગના શાકભાજીમાં કેરોટીનૉયડ હોય છે. જે શરીરમાં વિટામિન એ બનાવવાનું કામ કરે છે. તે ત્વચાને આકરા તડકાથી થતા નુકસાનથી પણ બચાવે છે. તમે સલાડમાં ગાજર, તરબૂચ, ટામેટા, દ્રાક્ષ અને ઈંડાની સફેદી મળાવીને હેલ્ધી બનાવી શકો છો.


Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી


ગ્રીન ટી
ગરમીના દિવસોમાં ગ્રીન ટી તમને હાઈડ્રેટેડ રાખવાનું કામ કરે છે. સ્ટડીઝ અનુસાર, ગ્રીન ટી કેન્સર સામે લડે છે. દિલની બીમારીના ખતરાને ઓછો કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચનક્રિયાને ઠીક કરે છે. જો તમે ગરમીના દિવસોમાં ગરમ પાણીમાં ગ્રીન ટી નથી પી શકતા તો કોઈ વાંધો નથી. તમે તેને ઠંડી કરીને પણ પી શકો છો. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.


ટામેટા
ટામેટા એંટી ઑક્સિડેન્ટ અને વિટામિન C થી ભરપૂર હોય છે. જેમાં લાઈકોપીન જેવા ફાયદો કરાવતા ફાઈટોકેમિકલ્સ પણ હોય છે. જે કેન્સર જેવી ક્રોનિક બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.


Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો


નટ્સ
ગરમીના મોસમમાં મુઠ્ઠીભર મેવો ખાઓ. બદામ, કાજૂ અને મગફળી ફાયદો કરાવે છે.


તુરિયા
ગરમીની ઋતુમાં તુરિયાનું શાક ખાસ ખાવામાં આવે છે. તુરિયામાં પેક્ટિન નામનું ફાયબર હોય છે. જે હ્રદય માટે સારું હોય છે. તે કોલસ્ટ્રૉલ પણ ઓછું કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube