Heart Attack:સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અને કારણો પુરુષો કરતા અલગ હોય છે, સમજો તમારા દિલને અને ચેતી જાઓ સમયસર
Heart Attack: પુરુષો અને મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણ પણ અલગ અલગ હોય છે. મહિલાઓને હાર્ટ અટેકના કેસમાં ઘણી વખત છાતીમાં દુખાવો કે બેચેની પણ થતી નથી. તેથી તેમણે તેમના શરીરમાં થતા આ મુખ્ય ફેરફાર પર ખાસ ધ્યાન આપવું.
Heart Attack: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં થતા મૃત્યુમાંથી 32% મોત હૃદયની બીમારીના કારણે થાય છે. તેમાં પણ 85% મોત હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે દરેક વ્યક્તિ આ બીમારીના લક્ષણોને સમજે જેથી દર્દીને સમયસર મેડિકલ હેલ્પ મળે અને તેનો જીવ બચી જાય.
નસમાં કોલેસ્ટ્રોલ જામી જાય તો તેના કારણે હૃદયના એક ભાગને પહોંચતો રક્ત પ્રવાહ અટકી જાય છે. રક્ત પ્રવાહ અટકી જવાથી હૃદયના મસલ્સને ઓક્સિજન અને પોષણ મળતું નથી. જેના કારણે હૃદયના ટીશ્યુ ડેમેજ થઈ જાય છે અથવા તો ડેડ થઈ જાય છે. આ સમસ્યાના નોર્મલ લક્ષણ છે છાતીમાં દુખાવો, બેચેની થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવી અથવા તો ઠંડો પરસેવો વળવો.
આ પણ વાંચો: દવાની પણ નહીં પડે જરૂર... જાણી લો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનો સરળ ઉપાય
રક્ત પ્રવાહ અટકી જવાથી હૃદયને જે નુકસાન થાય છે તેનું ઓછું કરવા માટે મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે. તેના માટે બ્લડ પાતળું કરવાની દવાઓ અને અન્ય મેડિકેશનની મદદ લેવી પડે છે. આ સિવાય હૃદયના મસલ્સમાં રક્ત પ્રવાહ ફરીથી ચાલુ થાય તે માટે એનજીઓપ્લાસ્ટિક અથવા તો બાયપાસ સર્જરી જેવી પ્રક્રિયા પણ ઘણી વખત કરવી પડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને પણ આ સમસ્યાને દૂર કરવાનો સુજાવ આપે છે.
હાર્ટ એટેકના લક્ષણો
આ પણ વાંચો: Migraine Pain: માઈગ્રેનની અસહ્ય પીડામાંથી 100% મળશે મુક્તિ, આ 5માંથી 2 આસન રોજ કરો
પુરુષો અને મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણ પણ અલગ અલગ હોય છે. પુરુષોની વાત કરીએ તો મોટાભાગે છાતીમાં દુખાવો અને બેચેનીનું લક્ષણ સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય હાથ, પીઠ અને ગરદનમાં દુખાવો પણ અનુભવાય છે. તેની સામે જો મહિલાઓ અને વૃદ્ધ લોકોના લક્ષણોની વાત કરીએ તો તેમને અપચો, ચક્કર આવવા અને અસામાન્ય રીતે થાકી જવું પણ હાર્ટ એટેકના લક્ષણ હોય છે. મહિલાઓને જો આ પ્રકારના લક્ષણ અનુભવાય તો તુરંત જ મેડિકલ હેલ્પ લેવી.
મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો
આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન છે આ પીળા ફળ, રોજ ખાવાથી નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ થશે સાફ
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર મહિલાઓને હાર્ટ અટેકના કેસમાં ઘણી વખત છાતીમાં દુખાવો કે બેચેની પણ થતી નથી. તેથી તેમણે તેમના શરીરમાં થતા મુખ્ય ફેરફાર પર ખાસ ધ્યાન આપવું. રિસર્ચ અનુસાર મહિલાઓમાં ઉલટી, ચક્કર અને અસામાન્ય થાક હાર્ટ એટેકના લક્ષણ હોય શકે છે અને મોટાભાગે તે આરામ કરતી વખતે અનુભવાય છે તેથી આ સંકેતોનો ખોટો અર્થ કાઢી લેવામાં આવે છે અને યોગ્ય સારવાર લેવાતી નથી. કોઈપણ મહિલાને જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ઉલટી અથવા તો ચક્કર આવતા હોય કે પછી પીઠ કે જડબામાં દુખાવો થતો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આ પ્રકારના લક્ષણ મહિલાઓમાં હાર્ટ એટેક સમયે જોવા મળે છે.
મહિલાઓમાં હાર્ટ એટેકના કારણ
આ પણ વાંચો: હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાથી અટકશે વધતું વજન, સાથે થશે આ જોરદાર ફાયદા
પુરુષોમાં હાર્ટ એટેકનું મુખ્ય કારણ હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, વધારે વજન અને ધુમ્રપાન બની શકે છે પરંતુ મહિલાઓમાં હાર્ટ અટેકનું રિસ્ક મેનોપોઝ પણ વધારે છે. મેનોપોઝના કારણે મહિલાઓના શરીરમાં જે હોર્મોનલ ફેરફાર થાય છે તેના કારણે પણ હાર્ટ એટેકનું રિસ્ક વધી શકે છે. આ સિવાય પ્રેગ્નન્સી સંબંધિત કોમ્પ્લિકેશન્સના કારણે પણ હાર્ટ એટેકનું રિસ્ક વધે છે. મહિલાઓમાં ઈમોશનલ સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાઈટી પણ હાર્ટ અટેકમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)