Dilip Joshi Weight Loss: ટીવી અને ફિલ્મ અભિનેતા દિલીપ જોશી પોતાની પોઝિટિવ પર્સનાલિટી માટે જાણીતા છે. તેમણે પોતાના ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા દ્વારા ઘર ઘરમાં ફેન બનાવ્યા છે. દિલીપ જોશી હાલ ચર્ચામાં છે. હંમેશા ગોળમટોળ જોવા મળતા દિલીપ જોશીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેમણે એક પાત્ર ભજવવા માટે 16 કિલો વજન ઓછું કર્યું હતું અને તે પણ એકદમ નેચરલ રીતે. તેમણે જીમમાં ગયા વગર ફક્ત મહિનામાં આટલું બધુ વજન કેવી રીતે ઉતાર્યું તે તેમના શબ્દોમાં જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેઈટ લોસ માટે કરતા હતા આ કામ
મેશેબલ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં  દિલીપ જોશીએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા તેમણે પોતાની એક ફિલ્મના પાત્ર માટે 16 કિલો વજન ઉતારવાનું હતું. દિલીપ જોશીએ કહ્યું કે એક ગુજરાતી ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ' માટે મને વજન ઓછું કરવાનું કહેવામાં આવ્યું હતું. મે વજન ઉતારવા માટે વોક કરવાનું શરૂ કરી દીધુ. દિલીપ જોશીએ જણાવ્યું કે તેઓ દરરોજ સાંજે ઓફિસ બાદ ઓછામાં ઓછું 45 મિનિટ વોક કરતા હતા. ઈવનિંગ વોક માટે તેઓ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં સમુદ્ર કિનારે જતા હતા. દિલીપ જોશીએ જણાવ્યું કે તેમણે દોઢ મહિનામાં ઓછામાં ઓછું 16 કિલો જેટલું વજન ઉતાર્યું હતું. 


ઈવનિંગ વોક કરતી વખતે આ વાતોનું રાખજો ધ્યાન

1. ક્યારેય વોક કરતી વખતે પોતાના બોડી પોશ્ચરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પીઠને સીધી રાખો અને સામે જોઈને ચાલો. 

2. વોક કરતી વખતે હાથને પાછળ બાંધીને ન ચાલો. તેને ખુલ્લા છોડી દો અને તમારા શરીરની ગતિની સાથે તેને પણ ઝૂલવા ન દો. 

3. એક સાથે લાંબા અંતર સુધી ચાલવાનું મુશ્કેલ હોય તો થોડી થોડીવાર બાદ બ્રેક લઈ શકો છો. જેમ કે 15 મિનિટ વોક કર્યા બાદ 3-4 મિનિટ આરામ કરો અને ત્યારબાદ ફરીથી વોક શરૂ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube