ઝી બ્યૂરો, અમદાવાદઃ પાકું પપૈયું સ્વાદમાં મધુર, ગરમ, રુચિકર, પચવામાં ભારે, કફવર્ધક, આંતરડાને સંકોચનાર, હૃદય માટે હિતકારી તથા વીર્યવર્ધક છે. તે મેદસ્વીતા-મેદોરોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત, અગ્નિમાંદ્ય અને મૂત્રના અવરોધને દૂર કરનાર છે. કાચું પપૈયું ગ્રાહી (સંકોચક) અને મળાવરોધક છે. તે કફ અને વાયુને કોપાવનાર અને રુચિકર છે..પપૈયામાં ‘પાપેઈન’નામનું પાચક તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનતંત્રનાં રોગોમાં ઉત્તમ ગણાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તમને ડાયાબિટીસ હોય તો ફિકર નોટ...ગળ્યું ખાવા માટે અપનાવો આ TIPS


પપૈયા ખાવાના ફાયદા
1. પપૈયાનું નિયમિત સેવન કરવાથી મેદસ્વીપણાની સમસ્યાથી ઘણી રાહત મળે છે પપૈયા શરીરની ચરબી ઓછી કરીને શરીરને ફીટ રાખે છે


2. પપૈયા શરીરના કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે. પપૈયામાં ઘણાં બધાં ફાઈબર હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે.


3. પાકેલા પપૈયા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પપૈયા શરીર હંમેશાં શક્તિ રાખે છે.


4. દરરોજ પપૈયાનું સેવન કરવાથી આપણા શરીરની પાચનની પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે અને જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તે નિયમિત રીતે ખાલી પેટ પર પપૈયા નું સેવન કરે છે તો તેમને ફાયદો થશે...અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.


5. આ સિવાય પપૈયાને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે જેમને કમળો થયો હોય, ટાઈફોઈડ થયો હોય તેવા લોકો પપૈયાનું સેવન કરે તો ફાયદો થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube