Winter Health Care: ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુ શરુ થઈ ચુકી છે. શિયાળામાં ખોરાકનું મહત્ત્વ વધી જતું હોય છે. જો કે આ ઋતુ સ્વાસ્થ્ય બનાવવા માટે પણ મહત્વની છે. ખાસ કરીને શિયાળામાં સૂર્યપ્રકાશ લેવો મહત્વનો હોય છે. શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે તડકામાં બેસે છે પરંતુ આ ઋતુમાં સૂર્યનો પ્રકાશ આપણને ઠંડીથી બચાવવાની સાથે આપણી ત્વચા અને શરીરને પણ અસર કરે છે. નિયમિત સૂર્યપ્રકાશ લેવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે પરંતુ ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા પહેરે છે જેના કારણે શરીરને સીધો સૂર્યપ્રકાશ મળતો નથી અને અનેક રોગ થવાનું જોખમ વધી જાય છે. શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવું હોય તો તેના માટે રોજ સવારે 15 મિનિટ સુધી સૂર્યપ્રકાશ લેવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યપ્રકાશ લેવાથી થતા ફાયદા


આ પણ વાંચો: હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શરીરને નિરોગી રાખે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી


1. સૂર્યપ્રકાશમાં એવા ગુણ હોય છે જે ત્વચાને અસર કરતા વિવિધ પ્રકારના ચેપનું જોખમ ઘટાડે છે. સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં ડબલ્યુબીસીની પૂરતી રચના થાય છે જે રોગ ઉત્પન્ન કરતાં પરિબળો સામે લડવાનું કામ કરે છે.


2.  બાળકો માટે સૂર્યપ્રકાશ લેવો ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને જે બાળકોએ માતાનું દૂધ પીવાનું બંધ કરી દીધું છે તેમને 15 મિનિટ સૂર્યપ્રકાશ આપવાથી તેમને વિટામિન ડી મળે છે.


આ પણ વાંચો: કડવા કારેલાના પાન નખમાંથી પણ રોગને કરી દેશે દુર, ઠંડીની ઋતુમાં આ રીતે કરવું સેવન


3. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જેમને કેન્સર છે તેમણે શિયાળામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ તેનાથી રોગમાંથી રાહત અનુભવી શકાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જે લોકો સૂર્યપ્રકાશ લેતા હોય છે તેમને કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.


4. દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી શરીરને વિટામિન ડી મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય સૂર્યસ્નાન કરવાથી સાંધાના દુખાવા, શરદી-ઉધરસ અને શરીરના દુખાવાથી પણ રાહત મળે છે.


આ પણ વાંચો: રોજ રાત્રે કરો પગના તળિયામાં માલિશ, પગથી માથા સુધીની સમસ્યામાં થશે અનેક ફાયદા


5. 15 મિનિટ માટે સૂર્યસ્નાન કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોન સારી અને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનાથી માનસિક સ્ટ્રેસ પણ ઓછો થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)