Tea: ચાના શોખીનો સાચવજો! ચા સાથે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ના ખાતા
ક્યારેક ખોટી માહિતીના કારણે ચા સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે.
Foods With Tea: ભારતમાં પાણી પછી ચા એ બીજા નંબરનું સૌથી વધુ વપરાતું પીણું છે, લોકો સવારે ઉઠવાથી લઈને સાંજના નવરાશના સમય સુધી ચાની તલબ કરે છે. મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે ચા પીવાથી પેટ ખરાબ થવું, ઉંઘ ન આવવી અને ડાયાબિટીસ સહિત અનેક ગેરફાયદા છે, ચા પીવાની આદત ન હોવી એ સારી વાત છે પણ જીવનભર અફવાને બિનજરૂરી રીતે વહન કરવી યોગ્ય નથી.
ક્યારેક ખોટી માહિતીના કારણે ચા સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ...
ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ:
- કેટલાક લોકો ચા સાથે બેસનના ભજીયાનું સેવન કરે છે. પરંતુ આ કોમ્બિનેશન પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. બેસનની ચીજોનું સેવન જો ચા સાથે કરવામાં આવે તો તેનાથી પાચન ક્રિયા પર પ્રભાવ પડી શકે છે.
- વ્યક્તિએ ચા સાથે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં. લીલા પાંદડાવાળા શાકભાજીમાં સરસવ, બ્રોંકલી, શલજમ, મૂળા, ફ્લાવર, વગેરે સામેલ છે.
- વ્યક્તિએ ચા સાથે કાચા શાકભાજીનું સેવન જેમ કે સલાડ, ઉકાળેલા ઈંડા, સ્પ્રાઉટ, અનાજ વગેરેનું પણ સેવન કરવું જોઈએ નહીં.
- વ્યક્તિએ ચા સાથે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે ઠંડી વસ્તુઓમાં સોડા, કોલ્ડ ડ્રિંક વગેરે પણ સામેલ છે. આવામાં તેમના સેવનથી વ્યક્તિની ડાઈજેસ્ટિવ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે.
- ચા સાથે હળદરવાળી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. હળદરમાં લિક્વિડ એલિમેન્ટ રહેલા છે જે કેમિકલ રિએક્શન કરીને તમારી પાચન ક્રિયાને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
- વ્યક્તિએ ચા સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. ખાસ કરીને લીંબુ, ખટાશ વગેરે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.