Tea Side Effects: શું તમે ઠંડીમાં પણ ચાની ચુસ્કીઓ મારો છો? સહન કરવું પડી શકે છે આ નુકસાન
Tea side effects in Gujarati: ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. જોકે તે ચાની પત્તીની ગુણવત્તા પર આધાર રાખે છે કારણ કે કેફીનની માત્રા બ્રાન્ડ પ્રમાણે બદલાય છે.
Side Effects Of Drinking Tea: શિયાળાની ઋતુ અને ચા વચ્ચેનો સંબંધ એવો છે કે ભારતમાં બંને એકબીજા વિના અધૂરા છે. ભારતમાં ચા પીનારાઓની કોઈ કમી નથી. ઘણા લોકો સવારે કે સાંજે કોઈપણ સમયે ચાનો ઇનકાર કરતા નથી. કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે ગમે ત્યારે કહો ચા માટે હંમેશાં તૈયાર રહે છે અને તેઓ કદી ના પણ પાડતા નથી. જો તમે પણ તે લોકોમાંથી એક છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે વધુ પડતી ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. એ પણ જાણી લો કે તમે દિવસમાં કેટલી ચા પી શકો છો.
એક દિવસમાં કેટલી ચા પી શકો છો?
ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. જોકે તે ચાની પત્તીની ગુણવત્તા પર આધાર રાખે છે કારણ કે કેફીનની માત્રા બ્રાન્ડ પ્રમાણે બદલાય છે. જો કે, એક કપ ચામાં લગભગ 60 મિલિગ્રામ કેફીન હોય છે. એ રીતે, એક દિવસમાં 3 કપથી વધુ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ નુકસાન થાય છે
આયરનની ઉણપ
જો તમે દિવસમાં 4 કે 4થી વધુ કપ ચા પીઓ છો, તો તેમાં રહેલું ટેનીન તમારા શરીરમાં આયરનને શોષવાની ક્ષમતાને ઘટાડે છે. જો શાકાહારી લોકો વધુ ચાનું સેવન કરે છે, તો તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
ચક્કર આવવું
ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોવાથી મગજ પર તેની ખરાબ અસર પડે છે, જેના કારણે માથામાં ચક્કર પણ આવી શકે છે. તેથી વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઈએ.
છાતીમાં દુખાવો
જો તમે આખા દિવસમાં 5 થી 10 કપ ચા પીઓ છો, તો તે એસિડ રિફ્લક્સની સમસ્યાને વધારે છે, જેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે. તેથી જો તમે વધુ ચા પીતા હોવ તો તમારે તમારા શોખ પર નિયંત્રણ રાખવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)