નવી દિલ્હી: આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ બધી પરેશાની ખાવા-પીવાની બદલતી આદત, ડેલી રૂટિન, કસરત ન કરવાને કારણે થતી હોય છે. આ બધી ખરાબ આદતોને કારણે માણસને ન થઈ હોય તેવી બીમારી થઈ જાય છે જેવી કે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીઝ વગેરે. માણસે સ્વસ્થ્ય રહેવું હોય તો તેને પોતાઈની લાઈફસ્ટાઈલ હેલ્થી બનાવવી પડશે. તેમજ ધુમ્રપાન જેવી ખરાબ આદતો છોડવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફળોને ખાવાથી વ્યક્તિનું બ્લડ કંટ્રોલ નિયંત્રિત રહેશે
હાઈ બ્લડ પ્રેશર એક એવો રોગ છે જે જીવનભર રહે છે, આવી સ્થિતિમાં ઘણા લોકોને તેનાથી બચવાની જરૂર છે, સાથે જ જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે મગજની બીમારીઓ જેવી કે હેમરેજ, લકવો થઈ શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કેટલાક ફળોનું સેવન કરીને તમે બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો.


Video: દીકરા સાથે આમિર ખાનની મસ્તી, ભારે વરસાદ વચ્ચે ફૂટબોલ રમવાની માણી મજા


1) કીવી
કીવી એક ખુબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આપને જણાવી દઈએ કે કીવી એન્ટી-ઓક્સિડેન્ટ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જેના કારણે પાચનતંત્ર મજબૂત રહે છે. આ સિવાય તે ઈમ્યુનિટી વધારવાનું પણ કામ કરે છે, જે શરીરને કોઈપણ બીમારી સામે લડવાની શક્તિ આપે છે.


1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમ, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર


2) કેળા
કેળા એ 12 મહિના મળતું ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક છે. કેળા પાચનક્રિયાને મજબૂત બનાવે છે. કેળામાં જોવા મળતા પોષક તત્વો બ્લડ પ્રેશરમાં રામબાણ તરીકે કામ કરે છે. દરરોજ તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમં રહે છે અને સ્ટ્રોકથી પણ બચવામાં મદદ કરે છે.


દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...


3) કેરી
ઉનાળાની ઋતુમાં મળતું આ ફળ માત્ર તેના સ્વાદ માટે મધુર સ્વાદ માટે જાણીતું નથી, પરંતુ તે અનેક રોગોને દૂર રાખવાનું પણ કામ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત દર્દી માટે કેરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે, તેમાં જોવા મળતું બીટા કેરોટીન અને ફાઈબર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ બે તત્વો બીપી કંટ્રોલ રાખવાનું કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે સારું છે.


કેમ ફૂટબોલના બેતાજ બાદશાહ છે મેસ્સી? જાણી લો બનાવ્યા છે કેવા રેકોર્ડ્સ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube