રસોડાની આ 3 વસ્તુ દૂધ સાથે લેવાથી કંટ્રોલમાં રહે છે બ્લડ શુગર લેવલ, નિયમિત પીવાથી શરીર રહેશે સ્વસ્થ
Diabetes: ડાયાબિટીસના લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિને ઝડપથી થાક લાગે છે, અચાનક વજન વધી કે ઘટી શકે છે, વધુ પડતી ભૂખ લાગે છે, વારંવાર પેશાબ જવું પડે છે, તેમાં વારંવાર મોં સુકાઈ જાય છે. જો તમે પણ સમસ્યાથી પરેશાન છો તો અહીં આપેલા ઘરેલું ઉપાય તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
Diabetes: અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે થતા રોગોમાં એક ડાયાબિટીસ પણ છે. ડાયાબિટીસના લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિને ઝડપથી થાક લાગે છે, અચાનક વજન વધી કે ઘટી શકે છે, વધુ પડતી ભૂખ લાગે છે, વારંવાર પેશાબ જવું પડે છે, તેમાં વારંવાર મોં સુકાઈ જાય છે. જો તમે પણ સમસ્યાથી પરેશાન છો તો અહીં આપેલા ઘરેલું ઉપાય તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ દૂધમાં કેટલાક ઘરેલુ મસાલા ઉમેરીને પીવાનું રાખે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચો:
વારંવાર થાય છે શરદી-ઉધરસ ? તો આ ઘરેલુ નુસખા ટ્રાય કરો એકવાર, પછી તબિયત રહેશે ટનાટન
જમ્યા પછી તુરંત વધી જાય છે બ્લડ શુગર ? તો જમ્યાની 30 મિનિટ પહેલા કરી લેવું આ કામ
જામફળના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
હળદર
હળદરનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના દ્વારા બ્લડ સુગરને પણ કંટ્રોલ કરી શકાય છે ? તમે હળદર પાવડરને દૂધમાં ઉમેરીને પીશો તો તેનાથી ડાયાબિટીસ ઉપરાંત શરદી ઉધરસ અને ગળામાં સોજા જેવી તકલીફોથી પણ મુક્તિ મળી જશે.
તજ
તજનું સેવન કરવું પણ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. કારણ કે તેમાં બાયો એક્ટિવ કમ્પોનન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક રિસર્ચ અનુસાર ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓને તજ લેવાથી ફાયદો થાય છે. એક ગ્લાસ દૂધમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી થોડા જ દિવસમાં અસર દેખાવા લાગે છે.
મેથી
મેથીના દાણા પર ડાયાબિટીસના દર્દીઓ માટે ઔષધી સમાન છે. આ મસાલામાં સોલ્યુએબલ ફાઇબરની માત્રા વધારે હોય છે જેના કારણે સુગરને કંટ્રોલ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)