Ayurvedic Herbs: આજની દોડધામ ભરેલી જીંદગી અને હરિફાઈના યુગમાં યાદશક્તિ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે. પરંતુ સ્ટ્રેસ, ખરાબ ખાનપાન અને ઊંઘના અભાવના કારણે યાદશક્તિ નબળી પડી જાય છે. કારણ કે કોઈપણ કામમાં એકાગ્રતા જળવાતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિ હોય અને તમારી યાદશક્તિ પણ ખરાબ હોય તો આજે તમને આયુર્વેદની એવી જડીબુટ્ટીઓ વિશે જણાવીએ જે મગજને તેજ બનાવે છે અને યાદશક્તિને સુધારે છે. આ 4 વસ્તુઓ કઈ છે જાણી લો ફટાફટ.


આ પણ વાંચો: Bottle Gourd: આ 5 સમસ્યા હોય તેમણે ન ખાવી દૂધી, ખાવાથી બગડી શકે છે તબિયત


અશ્વગંધા


અશ્વગંધાને આયુર્વેદમાં સૌંધિયા પણ કહેવાય છે. આ વસ્તુ શક્તિશાળી છે. તે સ્ટ્રેસ ઘટાડે છે અને મગજને શાંત કરે છે અને યાદશક્તિને વધારે છે. અશ્વગંધા મગજના સેલ્સને પોષણ આપે છે અને તેની કામ કરવાની ક્ષમતા વધારે છે. 


બ્રાહ્મી


બ્રાહ્મી મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રાહ્મી મગજના સેલ્સ વચ્ચે સંચાર સુધારે છે અને તેનાથી યાદશક્તિ વધે છે. તે સ્ટ્રેસ અને એન્ઝાઈટી દુર કરે છે.


આ પણ વાંચો:  ઈંડા અને માંસ કરતા પણ વધારે શક્તિશાળી છે આ વસ્તુ, ખાવાથી શરીરને મળશે ભરપુર પ્રોટીન


શંખપુષ્પી


શંખપુષ્પીને આયુર્વેદમાં મગજને તેજ કરવામાં સૌથી અસરકારક માનવામાં આવી છે. આ ઔષધીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. શંખપુષ્પી મગજની કામ કરવાની ક્ષમતાને વધારે છે અને યાદશક્તિને સુધારે છે. 


ગિલોય


ગિલોયને અમૃતવેલ પણ કહેવાય છે. આ એવી જડીબુટ્ટી છે જે મગજની સાથે શરીરના સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. ગિલોય મગજના સેલ્સની રક્ષા કરે છે અને તેને હેલ્ધી બનાવે છે. સાથે જ તે મગજને ટેન્શન ફ્રી રાખવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: પાચનતંત્રને દુરસ્ત રાખવું હોય તો ખાવી આ 4 વસ્તુઓ, એસિડિટી અને અપચાથી છુટકારો મળશે


કેવી રીતે કરવો જડીબુટ્ટીઓનો ઉપયોગ ?


આ જડીબુટ્ટીઓનો ઉપયોગ ચૂર્ણ તરીકે, કાઢા તરીકે કે દવા તરીકે પણ કરી શકાય છે. જો કે કોઈપણ વસ્તુનો ઉપયોગ શરુ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જેથી દવા લેવાની યોગ્ય માત્રા વિશે જાણકારી મેળવી શકાય.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)