Food For Diabetic Patients: ડાયાબિટીસ એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહી છે. કરોડો લોકો આ બીમારીથી ગ્રસ્ત છે. દિવસે ને દિવસે આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડાયાબિટીસ ખરાબ જીવનશૈલી અને આહાર શૈલીના કારણે થતી સમસ્યા છે. જો વ્યક્તિ ફિઝીકલી એક્ટિવ રહે અને હેલ્ધી ભોજન કરવાનું રાખે તો ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. જો કે ડાયાબિટીસ થઈ ગયું હોય તેમણે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આહારને લઈને ડાયાબિટીસના દર્દીઓ જો સતર્ક રહે તો ડાયાબિટીસ થયા પછીની ગંભીરતાઓને ટાળી શકાય છે. આજે તમને ચાર એવા અનાજ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસના દર્દી માટે આ 4 લોટ છે બેસ્ટ


આ પણ વાંચો:


Periods: માસિક સમયે મહિલાઓએ ન કરવા 4 કામ, ભુલ કરી તો જીવનભર કરવો પડશે પસ્તાવો


Diabetes Diet: હાઈ બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી


ડાયાબિટીસનું નવું લક્ષણ આવ્યું સામે, શરીરમાં આ ફેરફાર તો તુરંત કરજો ડોક્ટરનો સંપર્ક


રાગી


રાગી ફાઇબરથી ભરપૂર અનાજ છે. રાગીના લોટમાંથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. આ લોટની રોટલી ખાવાથી બ્લડ સુગર સ્પાઇક થતું નથી અને કંટ્રોલમાં રહે છે. રાગીની રોટલી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. કારણ કે ડાયાબિટીસના દર્દી માટે વધારે વજન પણ જોખમી છે.


રાજગરો


રાજગરો પણ એક પ્રકારનું અનાજ હોય છે જેના દાણા લાલ રંગના હોય છે. તેમાંથી દલીયા પણ બને છે. રાજગરાનો ઉપયોગ મોટાભાગે ફરાળમાં થતો હોય છે. રિસર્ચ અનુસાર તેમાં પણ એન્ટી ડાયાબિટીસ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. રાજગરાના લોટની રોટલી ખાવાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 


જુવાર 


જુવારના લોટની રોટલી પણ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવારના લોટમાં પણ ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. જુવારનો લોટ ઇન્ફ્લેમેશન પણ ઓછું કરે છે. આ લોટની રોટલી ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ થાય છે.


ચણાનો લોટ


ચણાનો લોટ અથવા તો સત્તુની રોટલી પણ ઔષધી સમાન સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે બ્લડ શુગરને ઝડપથી અવશોષિત કરવામાં મદદ કરે છે. ચણાના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)