ડાયાબિટીસના દર્દીઓ માટે આ 4 લોટ છે સૌથી ઉત્તમ, કાયમ માટે દુર થશે હાઈ બ્લડ શુગરની ચિંતા
Food For Diabetic Patients: કોઈના શરીરમાં ડાયાબિટીસ હોય તો વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ થઈ ગયું હોય તેમણે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આહારને લઈને ડાયાબિટીસના દર્દીઓ જો સતર્ક રહે તો ડાયાબિટીસ થયા પછીની ગંભીરતાઓને ટાળી શકાય છે. આજે તમને ચાર એવા અનાજ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે.
Food For Diabetic Patients: ડાયાબિટીસ એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહી છે. કરોડો લોકો આ બીમારીથી ગ્રસ્ત છે. દિવસે ને દિવસે આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડાયાબિટીસ ખરાબ જીવનશૈલી અને આહાર શૈલીના કારણે થતી સમસ્યા છે. જો વ્યક્તિ ફિઝીકલી એક્ટિવ રહે અને હેલ્ધી ભોજન કરવાનું રાખે તો ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. જો કે ડાયાબિટીસ થઈ ગયું હોય તેમણે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આહારને લઈને ડાયાબિટીસના દર્દીઓ જો સતર્ક રહે તો ડાયાબિટીસ થયા પછીની ગંભીરતાઓને ટાળી શકાય છે. આજે તમને ચાર એવા અનાજ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી માટે આ 4 લોટ છે બેસ્ટ
આ પણ વાંચો:
વાસી રોટલી ખાઓ અને તંદુરસ્ત રહો, આર્યુવેદ અનુસાર વાસી રોટલીથી શરીરને થાય છે 5 ફાયદા
થોડીવાર ઊભા રહેવાથી પણ થાય છે એડીમાં દુખાવો ? તો અપનાવો આ ઘરેલુ ઉપાય
આ વિટામિનની ખામીથી વારંવાર થાય છે માથામાં દુખાવો, થઈ શકો છો માઈગ્રેનના શિકાર
રાગી
રાગી ફાઇબરથી ભરપૂર અનાજ છે. રાગીના લોટમાંથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. આ લોટની રોટલી ખાવાથી બ્લડ સુગર સ્પાઇક થતું નથી અને કંટ્રોલમાં રહે છે. રાગીની રોટલી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. કારણ કે ડાયાબિટીસના દર્દી માટે વધારે વજન પણ જોખમી છે.
રાજગરો
રાજગરો પણ એક પ્રકારનું અનાજ હોય છે જેના દાણા લાલ રંગના હોય છે. તેમાંથી દલીયા પણ બને છે. રાજગરાનો ઉપયોગ મોટાભાગે ફરાળમાં થતો હોય છે. રિસર્ચ અનુસાર તેમાં પણ એન્ટી ડાયાબિટીસ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. રાજગરાના લોટની રોટલી ખાવાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો:
દિવસમાં કોઈપણ સમયે ખાજો પણ આ સમયે ન ખાતા સફરજન, વધી જશે બ્લડ શુગર લેવલ
Diabetes ના દર્દીઓ માટે જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે પાલક, ખાવાથી થશે અઢળક ફાયદા
જુવાર
જુવારના લોટની રોટલી પણ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવારના લોટમાં પણ ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. જુવારનો લોટ ઇન્ફ્લેમેશન પણ ઓછું કરે છે. આ લોટની રોટલી ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ થાય છે.
ચણાનો લોટ
ચણાનો લોટ અથવા તો સત્તુની રોટલી પણ ઔષધી સમાન સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે બ્લડ શુગરને ઝડપથી અવશોષિત કરવામાં મદદ કરે છે. ચણાના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)