Uric Acid: જીવન શૈલીના કારણે આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને સાંધાના દુખાવા અને ગાઉટ એટલે કે યુરિક એસિડની તકલીફો થવા લાગી છે. આ પ્રકારનો રોગ થવાનું સૌથી મોટું કારણ છે બેઠાડું જીવનશૈલી અને અનહેલ્ધી ખાણીપીણી છે. આ બે કારણથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે જેના કારણે સાંધાના દુખાવા થાય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સાંધામાં અસહ્ય પીળા થાય છે. યુરિક એસિડ રક્તમાં હોય તેવો ગંદો પદાર્થ છે. જે ભોજન ના પાચન સમયે ઉત્પન્ન થાય છે. તેમાં પ્યુરીન હોય છે. શરીરમાં જ્યારે પ્યુરીન તૂટી જાય છે તો તેમાંથી યુરિક એસિડ નીકળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગે યુરિક એસિડ શરીરમાંથી પેશાબના માધ્યમથી નીકળી જાય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમના શરીરમાં યુરિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે અને તે શરીરમાં જ ગાઉટ, પથરી કે હૃદયની બીમારીનું જોખમ વધારે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફ્રુકટોજથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. તો ચાલો જાણીએ કે કયા ફૂડ થી યુરિક એસિડ વધે છે.


આ પણ વાંચો:


મીઠાઈનો સ્વાદ વધારતી આ વસ્તુની મદદથી ઉતરશે વજન, ફટાફટ દૂર કરે છે Belly Fat


ઘરે બનાવો Hair Smoothing Cream, પાર્લરમાં જઈ નહીં કરવો પડે હજારો રુપિયાનો ખર્ચ


ફણસ
ફણસ ખૂબ જ હેલ્દી ફૂડ છે પરંતુ એક રિપોર્ટ અનુસાર એક કપ ફણસમાં 15.2 ગ્રામ ફ્રુકટોસ હોય છે. જે શરીરમાં યુરિક એસિડ નું સ્તર વધારે છે. 


દ્રાક્ષ 
દ્રાક્ષ વિટામીન સી અને ફાઇબરથી સાથે સાથે ફ્રુકટોસથી પણ ભરપૂર હોય છે. એક કપ દ્રાક્ષમાં 12.3 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેના કારણે વધારે પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી યુરિક એસિડ વધી શકે છે.


કિસમિસ
કિસમિસ ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત છે. પરંતુ કિસમિસમાં 9.9 ગ્રામ ફ્રુકટોસ હોય છે. જો તમને ગાઉટની સમસ્યા છે તો કિસમિસનું સેવન સમજી વિચારીને જ કરવું કારણકે તે તમારી તકલીફ વધારી શકે છે. 


આ પણ વાંચો:


ટ્રીટમેન્ટ વિના વાળને સ્ટ્રેટ કરવા હોય તો વાપરો ઘરે બનાવેલું કોકોનટ વોટર સ્પ્રે


આ કારણથી જરૂરી છે ગેસના બર્નરની સફાઈ, જાણો કાળા પડેલા બર્નરને ચમકાવવાની રીત


સફરજન
સફરજન માં પણ ફ્રુકટોસ નું પ્રમાણ વધારે હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર એક સફરજન માં 12.5 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેથી જે લોકો પહેલાથી જ ગાઉટ અથવા તો યુરિક એસિડ ની સમસ્યાથી પીડિત છે તેમની હાલત સફરજન વધારે બગાડી શકે છે. 


કેળા 
કેળા પોટેશિયમ વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર છે પરંતુ એક કેળામાં 5.7 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેથી યુરિક એસિડ ના દર્દી માટે કેળા પણ નુકસાન કરનાર છે.