Healthy Food: શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો ઘણી બધી બીમારીઓ શરીરમાં વધે છે. શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે. એટલા માટે જ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે નસોમાં ફેટ જામી જાય છે. આ સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે. તેથી જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવા માટે રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અધિકમાસમાં ઉપવાસ કરો તો સાથે ફોલો કરજો આ ટીપ્સ, નહીં થાય ગેસ, એસિડિટી જેવી સમસ્યા


પપૈયાના બીજ આ 3 બીમારીઓમાં કરે છે દવા જેવી અસર, આ રીતે કરશો સેવન તો ઝડપથી થશે ફાયદો


ચોમાસામાં વકરતી આ 4 બીમારીથી બચાવે છે આદુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


રીંગણા


રીંગણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર વધારે હોય છે. જેના કારણે તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો ડાયટમાં રીંગણા સામેલ કરવા જોઈએ 


ડુંગળી


ડુંગળીનો ઉપયોગ શાકમાં તો કરવામાં આવે છે પરંતુ કાચી ડુંગળી ખાવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં જે ફાઇબર હોય છે તે કોલેજ રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને પણ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય તો ડુંગળી ખાવાની શરૂઆત કરવી જોઈએ. 


ભીંડા


ભીંડા એવું શાક છે જે દરેકને પસંદ હોય છે. ભીંડામાં ફાઇબર સૌથી વધારે હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેથી ભીંડાને પણ ડાયટમાં સામેલ કરવા જોઈએ.


લસણ


લસણ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તેને કંટ્રોલમાં કરવા માટે લસણ ખાવું જોઈએ.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)