Heart Disease Early Symptoms: ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ સંબંધિત સમસ્યાઓના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાર્ટ સંબંધિત સમસ્યા થવાનું સૌથી મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ હોય છે. આ સિવાય ફાસ્ટફૂડનું વધારે સેવન પણ હાર્ટ સંબંધિત સમસ્યાને આમંત્રણ આપે છે. વર્તમાન સમયમાં તો સ્થિતિ એવી છે કે એકદમ ફિટ દેખાતા લોકોને અચાનક હાર્ટ એટેક આવી જાય છે અને તેઓ જીવ ગુમાવે છે.  ફિલ્મ જગતના ઘણા અભિનેતાઓ પણ તેનો ભોગ બની ચુક્યા છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર, સિંગર કેકે, રાજુ શ્રીવાસ્તવ સહિત ઘણી હસ્તીઓના મોતનું કારણ અચાનક આવેલો હાર્ટ એટેક છે. જ્યારે વ્યક્તિનું હૃદય નબળું પડે અને હૃદયરોગ થાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયરોગના લક્ષણો


આ પણ વાંચો:


એક નહીં અનેક બીમારીની દવા છે સફેદ ડુંગળી, આ સમસ્યામાં તો દવાની જેમ કરે છે કામ


50 વર્ષે પણ શરીરમાં ઘોડા જેવી સ્ફુર્તિ જાળવવી હોય તો આ 5 વસ્તુઓનું શરુ કરો સેવન


પોષકતત્વોથી ભરપુર હોવા છતાં આ લોકોએ ન ખાવા જોઈએ મખાના, ખાવાથી તબીયત થશે ખરાબ
 
છાતીમાં દુખાવો
જો તમને વારંવાર છાતીમાં દુખાવો થતો હોય અથવા છાતીમાં ભારે ભારે લાગે છે તો સમજી લો કે તમારે ડોક્ટરનો સંપર્ક કરવાનો સમય આવી ગયો છે. ડોક્ટરને મળી તુરંત જરૂરી ટેસ્ટ કરાવી સારવાર લઈ લેવી.


ઉલટી
ઘણી વખત છાતીમાં દુખાવો થયા પછી ઉલ્ટી થવા લાગે છે. આ રીતે ઉલટી થવી ખતરનાક લક્ષણ છે જે હૃદયની બીમારી તરફ ઈશારો કરે છે, આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
 


પેટમાં દુખાવો
આમ તો પેટમાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે પરંતુ પેટનો દુખાવો હૃદય રોગ તરફ સંકેત પણ કરે છે. તેને હળવાશથી ન લો અને યોગ્ય કારણો શોધો.
 


જડબામાં દુખાવો
જો તમને વારંવાર જડબામાં દુખાવો થાય છે તો તે હૃદય રોગ સાથે સંબંધિત હોઈ શકે છે. તેના માટે તાત્કાલિક ડોક્ટરી તપાસ કરવી જોઈએ.
 


અચાનક પરસેવો થવો
ગરમીના કારણે અથવા મહેનતનું કામ કર્યા પછી પરસેવો થાય તે સામાન્ય છે પરંતુ જીમમાં વર્કઆઉટ કરતી વખતે પરસેવો આવવો સામાન્ય બાબત છે. પરંતુ જો તમે એસી રૂમમાં હોય અને કારણ વિના પરસેવો વળે તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોય શકે છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)