Home Remedies For Anaemia: રક્તમાં લાલ રક્તકણો અથવા હિમોગ્લોબિનની ઉણપ હોય ત્યારે એનિમિયા નામનો રોગ થાય છે. એનિમિયા કારણે શરીરમાં શક્તિનો અભાવ, થાક, ચીડિયાપણું, કામમાં ધ્યાન ન લાગવું, ઊંઘનો અભાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. એનિમિયાની સમસ્યા મોટાભાગે મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ તકલીફને દુર કરવા માટે હિમોગ્લોબીનનું સ્તર જળવાઈ રહે તે જરૂરી છે. જે વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિન લેવલ જરૂર કરતાં ઓછું હોય તેઓ આ ટિપ્સ ફોલો કરીને હિમોગ્લોબિન લેવલ વધારી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Raisins: રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાની પાડો ટેવ, વર્ષો જૂની કબજિયાત થશે દુર


Health Tips: આ લીલા પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની આ સમસ્યાઓ દવા વિના થશે દુર


Kidney Stone ની તકલીફમાં દર્દીએ ન ખાવી આ 5 વસ્તુઓ, ખાશો તો દોડવું પડશે હોસ્પિટલ


1. હિમોગ્લોબિન લેવલ વધારવું હોય તો શાકાહારી આહાર લેવો જોઈએ. જેમાં લીલા શાકભાજી, ટામેટા, લસણ, ગાજર વગેરેનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તેમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે. 


2. હિમોગ્લોબીન વધારવા માટે લીલા શાકભાજીની સાથે ફળનું સેવન કરવું પણ જરૂરી છે. દિવસ દરમિયાન સફરજન, કેરી, દાડમ, કિસમિસ જેવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ કારણ કે તે પણ હિમોગ્લોબીન વધારે છે. 


3. ડ્રાયફ્રુટ્સ પણ હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે છે તેના માટે તમે ખજૂર, અંજીર, બદામ, કાજુ, અખરોટ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. 


4. વિટામીન સી શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે હિમોગ્લોબિન વધારવામાં પણ મદદ કરે છે તેથી જો તમારે હિમોગ્લોબિન લેવલ વધારવું હોય તો વિટામીન સી યુક્ત વસ્તુઓ જેમ કે સંતરા, લીંબુ, ટમેટા, બ્રોકલી વગેરેનું સેવન વધારે કરવું જોઈએ. 


5. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે નિયમિત રીતે વ્યાયામ કરો. વ્યાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનનો ઉપયોગ વધે છે અને તે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)