Acidity: આજના સમયમાં દરેક બીજી વ્યક્તિ એસિડિટીની સમસ્યાથી પરેશાન છે.  જો તમારું પેટ બરાબર ન હોય એટલે કે કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા હોય ત્યારે તમને કોઈ કામ કરવાનું મન પણ થતું નથી. આ સમસ્યા એવી છે જે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જો તમે પણ એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તુરંત જ કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diabetes ના દર્દી માટે ઔષધી છે આ 3 વસ્તુ, બ્લડ સુગરને તુરંત કરે છે કંટ્રોલ
 
પલાળેલી કાળી દ્રાક્ષ


કાળી દ્રાક્ષમાં ફાઈબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી એસિડિટી પણ કંટ્રોલ થાય છે. આ તે સિવાય આંખોની દ્રષ્ટિ સુધારે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. જો તમારે દરરોજ તેનું સેવન કરવું હોય તો તેના માટે 5 કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખો અને તેને સવારે ખાલી પેટ ખાવી.


આ પણ વાંચો: હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા આ વસ્તુ સાથે કરો સત્તુનો ઉપયોગ, શરીર રહેશે હેલ્ધી


પોહા સાથે દહીં 


દહીં સાથે પોહા ખાવા શરીર માટે ફાયદાકારક છે. પોહા અને દહીં પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવા માટે પોહાને પાણીથી સારી રીતે સાફ કરો અને તેમાં સંચળ અને દહીં મિક્સ કરીને ખાઓ. તેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે.


ગુલકંદ


ગુલકંદ ઠંડી વસ્તુ છે. તેના કારણે તે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની અન્ય સમસ્યાઓથી રાહત મળે છે. તેનું સેવન કરવા માટે એક ગ્લાસ પાણી અથવા દૂધમાં એક ચમચી ગુલકંદ મિક્સ કરીને પીવો.


આ પણ વાંચો: Health Tips: લગ્નની પહેલી રાત્રે દૂધ પીવું જરૂરી શા માટે? જાણો આ પ્રથાનું સાચું કારણ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)