હાર્ટને હેલ્ધી રાખે છે આ ફુડ, 30 વર્ષ પછી દરેક સ્ત્રી અને પુરુષે નિયમિત કરવું જોઈએ સેવન
Healthy Food: આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ.
Healthy Food: જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ હૃદય સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે છે. ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હાર્ટ એટેક પણ આવી શકે છે. આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.
આ પણ વાંચો:
ચોમાસામાં દિવસમાં એકવાર ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાનુ રાખો, ટનાટન રહેશે તબીયત
Caffeine Side Effect: જાણો એક મહિનો ચા કે કોફી ન પીવાથી શરીરમાં કેવા ફેરફાર થાય
ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ પણ થઈ જશે ફ્લેટ, જો આ પાણી પીવાનું કરી દેશો શરુ
1. આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખા અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.
2. સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાધી જ હશે પરંતુ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સુધારે છે.
3. ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલ નો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)