નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં ડાયાબિટીસ એક મહામારી બનીને ઉભરી છે. આ એક એવી બીમારી છે જેને માત્ર લાઇફસ્ટાઇલ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. કારણ કે આ બીમારીની સંપૂર્ણ રીતે કોઈ સારવાર નથી. ડાયાબિટીસના દર્દીએ પોતાના ડાયટનું સૌથી વધુ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા શરીરમાં સુગર લક્ષણ જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરો. ડાયાબિટીસને દવાઓની કંટ્રોલ કરવા માટે આ આયુર્વેદિક નુસ્ખા પણ જરૂર અપનાવો. આવો જાણીએ વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કયાં ઉપાય અજમાવવા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસની આયુર્વેદિક સારવાર


સરગવો: ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાન અને શીંગો ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલ ઘટાડે છે, ઇન્સ્યુલિન અને મેટાબોલિઝમ ઝડપથી વધારે છે.


ડાયાબિટીસમાં વરિયાળીઃ વરિયાળી ખાવાથી સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વરિયાળી ખાવાથી પેટ ઠંડુ રહે છે. પરંતુ સુગરના દર્દીઓએ આ ઘરેલું ઉપાયોની સાથે ચરી પાળવી અને દવાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.


ગિલોય પણ છે ફાયદાકારકઃ ગિલોય તેની રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો માટે જાણીતું છે પરંતુ તે રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને સ્વાદુપિંડને સ્વસ્થ બનાવે છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે.


આ પણ વાંચોઃ યુરિક એસિડ થઈ ગયું છે હાઈ? તત્કાલ આ 5 કઠોળ, દાળ ખાવાથી રહો દૂર


સુગરમાં કારેલાઃ આયુર્વેદમાં કહેવામાં આવે છે કે કારેલાનું જ્યુસ સુગરની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. કારેલાના જ્યુસની સાથે કાકડી અને ટામેટાનું જ્યુસ મિક્સ કરી પી શકો છો. દરરોજ આ જ્યુસ પીવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. 


સદાબહાર છોડ: એવરગ્રીન (પેરીવિંકલ) છોડ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન સ્ત્રાવને ઉત્તેજીત કરી શકે છે.


ડાયાબિટીસમાં મેથીઃ મેથીના દાણા ડાયાબિટીસમાં અમૃત સમાન છે. રોજ સવારે મેથીનું પાણી પીવાથી શુગર ઝડપથી કંટ્રોલ થાય છે. 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો. તમે મેથીના દાણાને ચાવીને પણ ખાઈ શકો છો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.