ચા ભારતભરમાં પીવાતું પીણું છે અને એક એવી વસ્તુ છે જેની સાથે તમે સ્નેક્સ પણ એન્જોય કરતા હોવ છો. નમકીન, મઠરી, બ્રેડથી લઈને થેપલા, બિસ્કિટ, મુઠિયા વગેરે વસ્તુઓ ચા સાથે ખાવામાં આવતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જે સ્નેક્સ ચાનો સ્વાદ વધારે છે તેમાં એવી અનેક વસ્તુઓ સામેલ છે જે તમારી તબિયત બગાડી શકે છે. જો ચા સાથે ખોટી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો લિવર અને કિડની ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ચા સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચા સાથે કઈ વસ્તુઓ ન ખાવી?


આયર્નવાળી વસ્તુઓ
પાલક, લાલ માંસ, અને બીન્સ જેવી વસ્તુઓ આયર્નથી ભરપૂર હોય છે. જે તમારા શરીર માટે જરૂરી છે. પરંતુ ચામાં ટેનિન અને ઓક્સાલેટ નામના તત્વો હોય છે જે નોનહેમ આયર્નના અવશોષણને ખોરવી શકે છે. આયર્નનું એબ્ઝોર્પ્શન વધુમાં વધુ થાય તે માટે આયર્નયુક્ત પદાર્થો ચા સાથે ખાવા જોઈએ નહીં. 


મસાલેદાર વસ્તુઓ
ચા સાથે મસાલાદાર વસ્તુઓ ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યા થઈ શકે છે. ચામાં રહેલું ટેનિન પેટની સપાટી માટે સમસ્યા સર્જી શકે છે અને જ્યારે મસાલેદાર ભોજનમાં રહેલું કેપ્સાઈસિન સાથે ભળે છે ત્યારે તેનાથી પેટમાં એસિડિટી અને અપચો વધી શકે છે. ગરમ ચા સાથે ઠંડુ ભોજન ન કરવું હિતાવહ છે. કારણ કે વિપરિત તાપમાન પાચનમાં વિધ્ન નાખી શકે છે. 


હાઈ કેલ્શિયમવાળી વસ્તુઓ
કેટલાક પાંદડાવાળા શાકભાજી (કેળ, કોલાર્ડ ગ્રીન્સ) અને ફોર્ટિફાઈડ ઉત્પાદનો જેવા ખાદ્ય પદાર્થો પણ કેટિચિનના અવશોષણમાં બાધા નાખી શકે છે. કેલ્શિયમ આ એન્ટીઓક્સીડેન્ટ સાથે જોડાય છે જેનાથી તેમની પ્રભાવશીલતા અને ચાના સમગ્ર સ્વાસ્થ્ય લાભ ઓછા થઈ જાય છે. 


પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડવાળી વસ્તુઓ
પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડવાળી વસ્તુઓ ચા સાથે ખાવાથી ચાથી થનારા ફાયદા ઓછા થઈ શકે છે. આ ખાદ્ય પદાર્થોનો હાઈ ગ્લાઈસેમિક લોડ બ્લડ શુગર વધારી શકે છે. આ સિવાય, વધુ પડતા ખાંડના સેવનથી મેટાબોલિક સિન્ડ્રોમ અને મોટાપાનું જોખમ વધે છે. 


ખાટ્ટા ફળ
ચામાં લીંબુનો એક ટુકડો નાખવો ફાયદાકારક રહી શકે છે. પરંતુ ચાની સાથે વધુ પડતા પ્રમાણમાં ખાટ્ટા ફળનું સેવન તમને પાચન સંબંધિત સમસ્યા કરી શકે છે. ખાટ્ટા ફળોનો હાઈ એસિડિક ચામાં રહેલા ટેનિન સાથે ભળીને અપચાનું કારણ બની શકે છે. જેમાં કસૈલેના ગુણ પણ હોય છે જે પાચન તંત્રને પરેશાન કરી શકે છે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.