ઝી બ્યૂરો, અમદાવાદઃ વજન વધવું એ તમારી જીવનશૈલીનું જોડાણ છે. જો તમારે પણ વજન વધારવું છે, તો તમારે ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે..આ પાંચ વસ્તુનો સેવન કરશો તો તમારું વજન ચૌક્કસ વધશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 વસ્તુનું કરો સેવન
1-બાફેલા ઈંડા
પ્રોટીનથી ભરપૂર ઇંડા વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે તેમાં ચરબી અને કેલરી વધારે જોવા મળે છે. જો તમે વજન વધારવાનું વિચારી રહ્યા છો, તો તમારે દરરોજ એક કે બે ઇંડા ખાવા જોઈએ. વજન વધારવા માટે, બાફેલા ઇંડા ખાવા જોઈએ અને કાચા ઇંડાથી બચવું જોઈએ.

2- પીનટ બટરનો કરો ઉપયોગ
પિનર બટરથી વજન પણ વધારી શકાય છે. મગફળીના માખણને પીનટ બટર કહે છે. તમે તેને બ્રેડ પર કે રોટલી સાથે લગાવીને ખાઈ શકો છો. તેમાં ઉચ્ચ કેલરી અને કાર્બોહાઈડ્રેટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે વજન વધારવામાં મદદગાર છે.

3- કિશમિશ
વજન વધારવાનો પ્રયાસ કરતા લોકોએ કિસમિસની મિત્રતા કરવી જોઈએ. જો તમે દરરોજ કિસમિસનું સેવન કરવાનું શરૂ કરો છો, તો પછી ઝડપી લાભ થશે. સંતુલિત માત્રામાં અને રાત્રે પલાળીને કિસમિસ અને અંજીર ખાઈ શકો છો. આનાથી માત્ર વજન જ નહીં, પરંતુ અનેક પ્રકારના રોગો પણ દૂર થશે.

4-દૂધ કેળા ખાઓ
વજન વધારવા માટે કેળા પણ એક મહત્વપૂર્ણ સ્રોત છે. તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. જેમાં ચરબી અને ખાંડ હોય છે, જે શરીરમાં માત્ર એનર્જી જ નહીં, પણ અન્ય પોષક તત્વો પણ હોય છે. જો તમારે ઝડપથી વજન વધારવું હોય તો દૂધ સાથે કેળા ખાઓ.

5- બદામ
બદામના ઘણા ફાયદા છે. બદામ વજન વધારવાનો ઉત્તમ સ્રોત પણ છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો થોડા મહિનામાં તમારું વજન વધી શકે છે. આ માટે તમારે આખી રાત 3-4- બદામ પાણીમાં પલાળીને સવારે પીસીને દૂધ સાથે લેવી પડશે.